બનાસકાંઠાના ધાનેરાના બજારમાં જોવા મળ્યો આખલાઓનો આતંક,પાણીપુરીની લારીને હવામાં ઉડાડી


  • Published By :
  • Published Date : 2023-03-17 17:44:44

રખડતા ઢોરનો મુદ્દો દિવસેને દિવસે વકરી રહ્યો છે. અનેક લોકો ઢોરના હુમલાનો શિકાર બને છે. રખડતા ઢોરને કારણે લોકોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે ત્યારે બનાસકાંઠામાં ધાનેરા પાસે રખડતા આખલાનો આતંક જોવા મળ્યો હતો. જાહેર રસ્તા પર બે આખલાઓ લડી પડ્યા હતા. જેને કારણે રસ્તા પર ઉભા લોકો ભાગવા લાગ્યા હતા. નાશભાગ મચી ગઈ હતી. આખલાઓ લડતાં હતા તે દરમિયાન આખલાઓએ પાણીપુરીની લારીને અડફેટે લઈ લીધી હતી. લારીને ફૂટબોલની જેમ ઉછાળી જેને કારણે પાણીપુરી વાળા ભાઈને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.


પાણીપુરીની લારી બની આખલાના ઝઘડાનો ભોગ! 

સામાન્ય લોકો હવે રસ્તા પર જતા ડરી રહ્યા છે. લોકોમાં રખડતા ઢોર તેમજ રખડતા શ્વાનના હુમલાને લઈ ભય બેસી ગયો છે. એવા અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં ગમે ત્યારે રખડતા શ્વાન તેમજ ઢોર હુમલો કરી દેતા હોય છે. કોઈ વખત આખલાઓ એક બીજા સાથે લડતા હોય છે તો કોઈ વખત અચાનક રાહદારી અથવા તો વાહન ચાલક પર હુમલો કરી દેતા હોય છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરાથી આખલાના આતંકનો વીડિયો સામે આવ્યો છે જેમાં આખલાએ પાણીપુરી લારીને પોતાની અડફેટમાં લઈ લીધી હતી. 


સમગ્ર ઘટનાના સીસીટીવી આવ્યા સામે 

રસ્તા પર આખલાઓએ ધમાલ મચાવી હતી. આખલાઓ વચ્ચે જંગ જામ્યો હતો. અફરા-તફરી અને નાસભાગ સર્જાઈ હતી. આખલાઓ લડતા હતા જેને કારણે બાજુમાં રેહલી પાણીપુરીની લારીને અડફેટે લીધી હતી. બંને આખલાઓ શિંગડા ભરાવી યુદ્ધ કરતા હતા. આખલાને શાંત કરવા સ્થાનિકોએ પાણીનો છંટકાવ પણ કર્યો હતો.. પરંતુ આખલાની લડાઈ શાંત થઈ ન હતી. રોડની સાઈડમાં રહેલી પાણીપુરીની લારી આખલાના ઝઘડાનો શિકાર બની હતી. લારીને હવામાં ઉછાળી હતી. સદનસીબે કોઈ વાહન ચાલક તે સમય દરમિયાન પસાર થઈ રહ્યો ન હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અનેક વખત આ હુમલાનો શિકાર બનતા હોય છે પરંતુ તંત્ર દ્વારા આ અંગે કોઈ ગંભીર પગલા લેવામાં આવ્યા ન હતા.  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે