થોડા વર્ષો પહેલા મુંબઈની હોટલમાં આતંકી હુમલો થયો હતો જેમાં અનેક લોકોના મોત થયા હતા. ત્યારે વધુ એક ભયંકર આતંકવાદી હુમલો રશિયાની રાજધાની મોસ્કોમાં આવેલી ક્રોકસ સિટી હોલમાં થયો છે. અંધાધૂધ ફાયરિંગ તેમજ વિસ્ફોટ થવાને કારણે 60 જેટલા લોકોના મોત થઈ ગઈ છે. ઉપરાંત 140થી વધારે લોકો આ હુમલામાં ઘાયલ થયા છે. મળતી માહિતી અનુસાર આ હુમલો લડાયક વર્ધીમાં અથવા તો આર્મીના યુનિફોર્મમાં આવ્યા હતા. તેમની પાસે હથિયારો પણ હતા. મળતી માહિતી અનુસાર હોલમાં કોન્સોર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેને કારણે મોટી સંખ્યામાં લોકો પણ હાજર હતા. હુમલાખોરો કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને અંધાધૂધ ફાયરિંગ કરવાની શરૂઆત કરી દીધી.
આંતકી હુમલામાં થયા 60 જેટલા લોકોના મોત
આંતકવાદી હુમલાની ઘટનાઓ સામે આવી રહી છે. આતંકી હુમલાને કારણે અનેક નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. ત્યારે એક ભયંકર આતંકી હુમલાને અંજામ આઈએસઆઈએસ સંગઠન દ્વારા આપવામાં આવ્યો છે. રશિયાની રાજધાનીમાં થયેલા હુમલાની જવાબદારી આઈએસએસ આતંકી સંગઠને લીધી છે. જો આખી ઘટનાની વાત કરીએ તો 23 માર્ચના રોજ, મોસ્કોના પશ્ચિમ કિનારે ક્રોકસ સિટી હોલમાં રશિયન રોક બેન્ડ 'પિકનિક' દ્વારા એક કોન્સર્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ત્યાં ત્યાં પહોંચ્યા હતા.
આતંકવાદીઓને પકડવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે...
આ કાર્યક્રમમાં આવેલા કેટલાક લોકોએ દર્શકો પર ખુલ્લેઆમ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. અને બોમ્બબારી શરૂ કરી દીધો. એવી માહિતી સામે આવી છે કે બોમ્બ ધડાકાને કારણે હોલમાં પણ આગ લાગી હતી. ઘણા લોકો હોલની અંદર ફસાઈ ગયા હતા. ઘટનાની માહિતી મળતાની સાથે જ રશિયન સ્પેશિયલ ફોર્સ ઘટનાસ્થળે પહોંચી અને ત્યાં હાજર આતંકવાદીઓને પકડવા માટે ઓપરેશન હાથ ધર્યું.
આ હુમલાની જવાબદારી આઈએસએસ દ્વારા લેવામાં આવી છે
કહેવાય છે કે આતંકીઓ પહેલાથી જ હોલમાં છુપાયેલા હતા. આ ઘટનાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે તેમાં બુલેટનો અવાજ સ્પષ્ટ રીતે સાંભળી શકો છો. તમને જણાવી દઈએ કે જે હોલમાં હુમલો થયો હતો ત્યાં એક સમયે લગભગ 6000 લોકો એકઠા થયા હતા. હુમલા બાદ તરત જ ઘાયલોની મદદ માટે સુરક્ષા દળોની સાથે 70 એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. મહત્વનું છે કે આ હુમલાની જવાબદારી આઈએસએસ દ્વારા લેવામાં આવી છે.