રાજકોટમાં ઝડપાયેલા 3 આતંકીના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, અલકાયદા સાથે સાંઠગાંઠ હોવાની શંકા


  • Published By :
  • Published Date : 2023-08-01 21:51:57

ગુજરાત ATSએ ઝડપેલા 3 શંકાસ્પદ આતંકીઓના કોર્ટે 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.  આતંકીઓ અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝને રાજકોટના જજ નેહા કારીયાની કોર્ટમાં રજુ કરવામાં આવી હતી. આ ત્રણેયના આગામી 14 તારીખે સાંજે પાંચ વાગ્યા સુધી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. રિમાન્ડ દરમિયાન રજૂ કરવામાં આવેલા મુદ્દાઓને રાષ્ટ્રીય સુરક્ષાને ધ્યાનમાં રાખીને જાહેર કરવામાં નથી આવ્યા. રાજકોટના જજ નેહા કારીયાની કોર્ટમાં રિમાન્ડ અરજી મૂકવામાં આવી હતી. રાજકોટની જ્યુડિશયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં રિમાન્ડ અંગેની સુનવણી હાથ ધરવામાં આવી હતી. સરકારી વકીલ તરીકે ભરતભાઈ સોલંકીએ કોર્ટમાં દલીલ કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે ગુજરાત ATSએ સફળ ઓપરેશન કરી, રાજકોટમાંથી આતંકી સંગઠન અલકાયદા (Al Qaeda) સાથે સાંઠગાંઠ ધરાવતા 3 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરી છે. અમન મલિક, અબ્દુલ શુકુર અને સૈફ નવાઝ ઉપરાંત અન્ય 8થી 10 લોકોની ધરપકડ કરી હતી.  આ ત્રણેય આતંકી છેલ્લાં 6 મહિનાથી રાજકોટની સોની બજારમાં કામ કરતા હતા.


ATSનાં એસીપીએ આપી જાણકારી


ઝડપાયેલા ત્રણેય આતંકીઓ મુદ્દે ATS દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં ATSનાં એસીપી  ઓમપ્રકાશ જાટે જણાવ્યું હતું કે, આતંકીઓ અંગે એટીએસને માહિતી મળી હતી કે, પશ્ચિમ બંગાળનાં ત્રણ લોકો રાજકોટમાં કામ કરે છે. તેમજ તેઓ અલકાયદા માટે પ્રચાર કરે છે. અને હથિયારની ખરીદી કરી હોવાની પણ બાતમી મળી હતી. ટેકનિકલ સર્વેલન્સનાં આધારે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા ત્રણ આરોપીઓસ છેલ્લા 6 મહિનાથી રાજકોટ ખાતે રહેતા હતા. 


NIA કરશે તપાસ 


ગુજરાત ATS દ્વારા થોડા દિવસ પહેલાં પણ અલકાયદા સાથે જોડાયેલા શખ્સોને ઝડપી પાડ્યા હતા. આ લોકો મૂળ પશ્ચિમ બંગાળના રહેવાસી હતા. આ લોકોની વધુ તપાસ NIAને સોંપવામાં આવી હતી. આ તપાસમાં ત્રણ લોકોની વિગતો પણ સામે આવી હતી. આ ઝડપાયેલા પશ્ચિમ બંગાળના શખ્સો અલકાયદાથી પ્રભાવિત થઇને તનો પ્રચાર કરતા હતા.


ઇનપુટના આધારે ગુજરાત ATSએ કરી ધરપકડ


ગુજરાત ATSએ અગાઉ પોરબંદરમાંથી અફઘાનિસ્તાન ભાગી રહેલા ચાર શકમંદોની ધરપકડ કરી હતી. આ પછી ATS ઘણા વધુ શકમંદોની ધરપકડ કરી હતી. બાદમાં આ સમગ્ર મામલો તપાસ માટે NIAને સોંપવામાં આવ્યો હતો. આ પછી એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં ધરપકડ કરાયેલા શકમંદોએ ભારત પરના હુમલા અંગેના શપથ પણ લીધા હતા. હવે ATSએ રાજકોટમાં આ ત્રણ નવા શકમંદોની ધરપકડ કરી છે. PM મોદીની રાજકોટ મુલાકાત બાદ ATSની આ મોટી કાર્યવાહી થઈ છે. PM મોદી ગયા અઠવાડિયે જ રાજકોટની મુલાકાતે આવ્યા હતા. ATSના અધિકારીઓએ તેમની પાસેથી ઘણી વસ્તુઓ રિકવર કરી છે. અધિકારીઓનું કહેવું છે કે, તેઓ સર્વેલન્સમાંથી મળેલા ઇનપુટ પર પકડાયા હતા. વધુ તપાસમાં વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે. ગત મહિનામાં ગુજરાત ATS દ્વારા પોરબંદરમાં સૌથી મોટું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હતુ.  પોરબંદરમાંથી ગુજરાત ATS દ્વારા મહિલા સહિત ચાર લોકોને દબોચી લીધા હતા. મળતી માહિતી પ્રમાણે આ ચારેય આતંકીઓ અલ કાયદાના સક્રિય ગૃપના સભ્યો છે. આ લોકો છેલ્લા એક વર્ષથી એકબીજાના સંપર્કમાં હતા. આ અંગેની કાર્યવાહી કરવા માટે IG દિપેન ભદ્રન સહિતનો કાફલો પોરબંદર પહોંચ્યો હતો. ગુપ્ત બાતમીના આધારે પોરબંદર પહોંચીને ગુજરાત ATSએ આ કાવતરાનો પર્દાફાશ કર્યો હતો.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.