જમ્મુ-કશ્મીરના પુલવામામાં લશ્કર કમાન્ડર સહિત બે આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ


  • Published By :
  • Published Date : 2023-08-21 10:25:30

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના લૈરો-પરિગામ વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં લશ્કરે  તોયબાના કમાન્ડર સહિત બે આતંકીઓના મોત થયા છે.  આ ઓપરેશન જમ્મુ કાશ્મિર પોલીસ અને કેન્દ્રિય સુરક્ષા દળોએ સાથે મળીને શરૂ કર્યું છે. 


સેનાએ વિસ્તારને કોર્ડન કર્યો


કશ્મિર ઝોન પોલીસે રવિવારે રાત્રે એનકાઉન્ટર શરૂ થવાની જાણકારી આપી હતી. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કશ્મીર ઝોન પોલીસના સત્તાવાર પેજ પર લખ્યું હતું કે પુલવામાના લૈરો-પરિગામ વિસ્તારમાં અથડામણ થઈ છે. પોલીસ અને સુરક્ષા દળોએ વિસ્તારનો કોર્ડન કરી લીધો છે.


ઈનપુટ બાદ સર્ચ ઓપરેશન 


સુરક્ષા દળોને વિસ્તારમાં આતંકવાદીઓની હાજરી અંગે ગુપ્ત બાતમી મળી હતી. ત્યાર બાદ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમિયાન રવિવારે મોડી રાત્રે અથડામણ થઈ. સુરક્ષાદળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. જો કે કેટલા આતંકવાદી છુપાયા છે, ફરી ઓપરેશનમાં સામેલ જવાનોની સંખ્યા અંગે કોઈ પણ જાણકારી મળી નથી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે