આતુરતાનો આવ્યો અંત, TET-1નું પરિણામ થયું જાહેર, ગત એપ્રિલમાં 87 હજાર પરીક્ષાર્થીઓએ આપી હતી પરીક્ષા


  • Published By :
  • Published Date : 2023-05-12 22:17:08

TET-1ના પરીક્ષાર્થીઓ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ગયું છે. અત્રે ઉલ્લેખનિય છે કે રાજ્યમાં TET-1ની પરીક્ષા ગત 16 એપ્રિલના રોજ લેવામાં આવી હતી. રાજ્યના લગભગ 87 હજાર ઉમેદવારોએ આ પરીક્ષામાં આપી હતી.આ પરીક્ષાનું પરિણામ જોવા માટે બોર્ડની વેબસાઈટ https://sebexam.org પર જઈ વિઝિટ કરો.


વર્ષ 2018 બાદ યોજાઈ હતી પરીક્ષા


શિક્ષકની ભરતી માટે પાસ કરવી પડતી ટેટની પરીક્ષા ગત એપ્રિલમાં યોજાઈ હતી. ટેટ 1ની પરીક્ષા ગત 16 એપ્રિલ અને ટેટ 2ની પરીક્ષા 23 એપ્રિલે યોજાઈ હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, અંદાજે 86 હજાર વિધાર્થીઓ TET 1ની પરીક્ષા અને TET 2ની પરીક્ષા 2.72 લાખ જેટલા ઉમેદવારો આપી હતી. રાજ્યના 4 મનપા વિસ્તારોમાં આ પરીક્ષા યોજાવામાં આવી હતી.  નોંધવા જેવી બાબત એ છે કે વર્ષ 2018 બાદ TET-TET-1 પરીક્ષાની કોઇ પરીક્ષા યોજાઈ ન હતી, જેથી રાજ્યના હજારો યુવક-યુવતીઓએ શિક્ષકમાં જોડાવાની ઈચ્છા સાથે આ પરીક્ષા આપી હતી. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં વપરાતી ટેક્નોલોજીનો પ્રથમવાર આ સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા જડબેસલાક વ્યવસ્થા કરવામાં આવી હતી. 


કેટલી મહત્વની છે TETની પરીક્ષા?


TET (Teacher Eligibility Test) જેને ગુજરાતીમાં શિક્ષક પાત્રતા કસોટી તરીકે પણ ઓળખવામાં આવે છે, તે એક કસોટી છે જે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી માટે લેવામાં આવે છે. TET પરીક્ષા પાસ કર્યા પછી, તમે ધોરણ 1 થી 8 સુધીની કોઈ પણ સરકારી શાળામાં શિક્ષક બનવા માટે અરજી કરી શકો છો. TET પરીક્ષા 2022 દરેક રાજ્યના વ્યવસાયિક પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવે છે. આ દ્વારા, ઉમેદવારને ધોરણ 1-5 માટે પ્રાથમિક શિક્ષકની નિમણૂક માટે પાત્રતાનું પ્રમાણપત્ર અને ધોરણ 6-8 માટે ઉચ્ચ પ્રાથમિક શિક્ષકનું પ્રમાણપત્ર આપવામાં આવે છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે