આ તારીખે યોજાશે TETની પરીક્ષા, TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર


  • Published By :
  • Published Date : 2023-03-18 18:40:12

TET-1 અને TET-2 પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. TET-1માં અંદાજીત 87 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે જ્યારે TET-2માં અંદાજે 2 લાખ 72 હજાર ઉમેદવારો પરીક્ષા આપવાના છે.

   

પરીક્ષા અંગે કરવામાં આવી જાહેરાત  

શિક્ષક બનવા માટે TET-TATની પરીક્ષા પાસ કરવી અનિવાર્ય હોય છે. અનેક વર્ષોથી આ પરીક્ષા નથી યોજાઈ. જેને કારણે ઉમેદવારોઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાજ્ય સરકાર દ્વારા TET-1 અને  TET-2 માટેની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ TET-1ની પરીક્ષા 16 એપ્રિલના રોજ યોજાશે જ્યારે TET-2ની પરીક્ષા 23 એપ્રિલના રોજ યોજાવાની છે. વર્ષ 2018માં TET-1ની પરીક્ષા માટે 75 હજાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા જ્યારે TET-2ની પરીક્ષા માટે 2017માં 2 લાખ 15 હજાર જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જ્યારે આ વર્ષે TET-1 ની પરીક્ષા 87 હજાર જેટલા ઉમેદવારો આપશે જ્યારે TET-2ની પરીક્ષા અંદાજીત 2 લાખ 72 હજાર ઉમેદવારો આપવાના છે.  

વર્ષો બાદ આ વર્ષે યોજાઈ રહી છે પરીક્ષા  

મહત્વનું છે ધોરણ 1થી 5ના શિક્ષક બનવું હોય તેને TET-1ની પરીક્ષા આપવી પડતી હોય છે જ્યારે ધોરણ 6થી ધોરણ 8ના શિક્ષક બનવું હોય તો TET-2ની પરીક્ષા આપવી પડતી હોય છે. માર્ચ 2018માં TET-1 ની પરીક્ષા યોજાઈ હતી જ્યારે TET-2ની પરીક્ષા 2017માં યોજાઈ હતી. આ વર્ષે પરીક્ષા યોજાતા ઉમેદવારોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે પરંતુ સાથે સાથેએ ડર પણ છે કે પરીક્ષાનો આરંભ થાય તે પહેલા આ પરીક્ષાનું પેપર ન ફૂટે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે