TET - TAT પાસ ઉમેદવારોના આંદોલન બાદ CM Bhupendra Patelની અધ્યક્ષતામાં બેઠક, ભરતીના નિયમોની ચર્ચા!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 19:00:14

ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી કાયમી શિક્ષકોની ભરતી અટકેલી છે અને ભરતીની માંગણી સાથે છેલ્લા કેટલાઈ સમયથી આંદોલન કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારોએ આંદોલન કર્યું હતું. તે બાદ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી ભરતી અંગેની.. હવે શિક્ષકોની ભરતીના મુદ્દે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક બાદ એક મિટિંગ કરી રહ્યા છે તો આજે પણ ભરતી મુદ્દે મિટિંગ થઈ હતી..  

શિક્ષકોની ભરતી મામલે મુખ્યમંત્રી પોતે રાખી રહ્યા છે નજર  

TET-TATના ઉમેદવારો માટે થોડા જ સમયમાં સારા સમાચાર આવી શકે છે કારણકે ઉમેદવારોના આંદોલન બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ વિષય પર નજર રાખી રહ્યા છે. આજે શિક્ષકોની ભરતી સંદર્ભે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક યોજાઇ હતી જેમાં નવી ભરતી અને નિયમો બાબતે ચર્ચા કરવામાં આવી છે અને આ પહેલી બેઠક હતી હજુ આગળ પણ બેઠકો થાય બાદમાં નિયમો ફાઇનલ કર્યા બાદ  નોટીફિકેશન જાહેર થવાની શક્યતા છે. આંદોલન બાદ મુખ્યમંત્રી આ ભરતી માટે સીધુ મોનિટરીંગ કરતા હોય તેવી સ્થિતિ લાગી રહી છે.



થોડા દિવસ જાહેરાત કરવામાં આવી કે... 

જોકે જે દિવસે ગાંધીનગરમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું ત્યારે જ મુખ્યમંત્રીએ બેઠક કરી અને જાહેરાત કરી હતી કે આગામી સમયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે 7500 કાયમી શિક્ષકોની ભરતી થશે. ટાટ 1 અને 2 ક્લિયર કરનાર ઉમેદવારોમાંથી પસંદગી થશે. ત્રણ માસની અંદર ભરતી પ્રક્રિયા શરૂ થશે. આ જાહેરાત મંત્રી ઋષિકેશ પટેલે કરી હતી.. ઉમેદવારોએ આને લોલીપોપ ગણાવ્યો હતો.   


 

મુખ્યમંત્રી પોતે લઈ રહ્યા છે આ મામલે રસ

જાણે કે આ ગુજરાતની આ તાસીર બની ગઈ હોય કે જ્યાં સુધી આંદોલન નહીં થાય, ગાંધીનગરના રસ્તા પર હલ્લાબોલ નહીં થાય જ્યાં સુધી માંગણીઓ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી નિર્ણય લેવામાં આવતો નથી. ખેર અત્યારે જ્યારે આ વિષય અને ભરતી મુદ્દે મુખ્યમંત્રી રસ બતાવી રહ્યા છે તો એવું લાગી રહ્યું છે કે હવે આ ભરતી થઈ જશે.. ત્યારે તમારૂં આ મામલે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..  



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...