TET-TAT ઉમેદવારોએ લીધો નિર્ણય! જો કાયમી નિમણૂક નહીં મળે તો ગાંધીનગરનો ઘેરાવો કરશે? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-14 12:06:01

ગુજરાતમાં TET-TATના ઉમેદવારો વિરોધ નોંધાવી રહ્યા છે. આંખોમાં હજારો સપનાઓ રાખી અનકે વર્ષો બાદ યોજાયેલી TET-TATની પરીક્ષા ઉમેદવારોએ આપીએ માનીને કે તેમને કાયમી નોકરી મળી જશે. પરંતુ ગુજરાતમાં જ્યારથી ગુજરાત સરકારના શિક્ષણ મંત્રીએ ભરતીની માહિતી આપી છે ત્યારથી વિદ્યાર્થીઓએ વિરોધ નોંધાવી રહ્યા છે. વિરોધ કરી રહેલા ઉમેદવારોનું કહેવું છે કે અમે આટ આટલા વર્ષોથી મહેનત કોન્ટ્રાક્ટની વાળી નોકરી મેળવવા માટે નહોતી કરતી. ઉમેદવારોનું કહેવું છે કે જો શિક્ષકોને જ પોતાના ભવિષ્યની નથી ખબર તે કઈ રીતે વિદ્યાર્થીઓના ભવિષ્યને સવારી શકે? 

છેલ્લા ઘણા સમયથી નથી થઈ શિક્ષકોની ભરતી 

કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે.  ઉમેદવારોનું કહેવું છે કે તેમને તો એ પણ ખબર નથી કે કોન્ટ્રાક્ટ ફરી રીન્યૂ થશે કે નહી. તેમની નોકરી સુરક્ષિત રહેશે. બીજી બાજુ સરકારના પક્ષની વાત કરીએ તો છેલ્લા ઘણા સમયથી શિક્ષકોની મોટી ભરતી નથી થઈ, શિક્ષકોની પણ ઘટ છે જે મામલે તે કામગીરી કરી રહ્યા છે અને શિક્ષકોની ભરતી મામલે એટલીસ્ટ વિચાર્યું તો ખરૂ. એ વાતનો આનંદ છે. 


જો માગ નહીં સ્વીકારાય તો ઉમેદવારો અપનાવશે ગાંધી ચીંધ્યો માર્ગ!

ઉમેદવારો જ્ઞાન સહાયક ભરતીનો ઉગ્ર વિરોધ કરી રહ્યા છે. સહાયક ભરતીનો  ઠરાવ રદ કરી , ટેટ ટાટના પાસ ઉમેદવારોને કાયમી ભરતી કરવા મામલે ઉમેદવારોએ વિરોધ નોંધાવ્યો હતો. બનાસકાંઠાના લાખણી વિસ્તારના ટેટ ટાટના ઉમેદવારોએ મામલતદારને રજૂઆત કરી હતી અને આવેદન પાઠવ્યું હતું.. તેમની માગ આમતો આખું ગુજરાત જાણે છે પરંતુ સરકારના કાન સુધી તેમની વાત પહોંચે તે માટે તેમણે પોતાની વ્યથા રજૂ કરી હતી. ઉમેદવારોએ નવા ઠરાર આધારિત જ્ઞાન સહાયક કરાર પદ્ધતિ રદી કરી કાયમી ધોરણે ઉમેદવારોને નિમણૂક આપવા માગ કરી કર્યા છે. ટૂંક સમયમાં જો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉમેદવારોએ ચીમકી ઉચ્ચારી છે કે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે 18 જુલાઈના ગાંધી ચીંધ્યા માર્ગે ઉપવાસ કરીને આંદોલન કરવાના છે.

11 મહિનાના કરાર પર સરકાર કરશે જ્ઞાનસહાયક ભરતી

પૂરા મુદ્દાની જો વાત કરીએ તો હમણાજ નવા પ્રસિદ્ધ થયેલા ઠરાવના કારણે વિદ્યાર્થીઓએવું અનુભવી રહ્યા છેકે તેમનીસાથેઅન્યાયથઈ રહ્યોછે... જ્ઞાન સહાયક કે પ્રવાસી શિક્ષકને 11 મહિના કરાર આધારે ભરતી કરવાનીછે...  વિચારકરોજેભણતરત ભણીને ઉમેદવાર 30 વર્ષનો થાય અને લિમિટ જ 35 વર્ષની હોય તો તેમની વાત છે કે અમને અન્યાય થઈ રહ્યો છે.. ટૂંકમાં તેમનું ભવિષ્ય જોખમમાં હોય તેવું લાગી રહ્યું છે... જેના કારણે વિદ્યાર્થીઓ હવે કહી રહ્યા છેકે ગુજરાતના તમામ પીટીસી અને બીએડ કરેલા ઉમેદવારો સત્યાગ્રહ છાવણી ખાતે આંદોલન પર ઉતરવાના છે...



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે