ગુજરાતમાં ભાવિ શિક્ષકો લડી લેવાના મૂડમાં છે. શિક્ષકોની કાયમી ભરતી થાય તે માટે તે આંદોલન કરી રહ્યા છે. કરાર આધારિત ભરતીને રદ્દ કરવામાં આવે તે માટે અલગ અલગ માર્ગ અપનાવ્યો હતો. TET-TAT પાસ શિક્ષકોએ શરૂઆતના સમયે ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય, પ્રધાનમંત્રી કાર્યાલય, શિવજી અને હનુમાનજીને પત્ર લખ્યો હતો. જેમાં તેમણે ગુજરાત સરકારની જ્ઞાન સહાયક યોજના મામલે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. ગુજરાતના લગભગ દોઢ લાખ શિક્ષકોએ પ્રધાનમંત્રીને પત્ર લખ્યો હતો જેનો જવાબ મળ્યો હતો.
પીએમો કાર્યલયથી આવ્યો જવાબ
ગુજરાતના શિક્ષકો ગુજરાત સરકારની કરાર આધારીત જ્ઞાન સહાયક ભરતી સામે જાણે મોરચો માંડ્યો છે. ગુજરાતના વિવિધ વિસ્તારોમાં વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે એક પત્ર સામે આવ્યો છે. આ પત્ર પ્રધાનમંત્રી કાર્યાલયનો છે. ગુજરાતના શિક્ષકોએ બહુ સમય પહેલા પ્રધાનમંત્રી કાર્યાલયમાં પત્ર લખ્યો હતો તેનો જવાબ અત્યારે આવ્યો છે. જવાબમાં તેમણે કહ્યું કે રાજ્યકક્ષામાં ભરતી પ્રોસેસ ચાલુ છે. આનાથી અમારે કોઈ લેવા-દેવા નથી. આ જવાબ એ ઉમેદવારને આપવામાં આવ્યો જેમણે ચિઠ્ઠી લખી હતી.

પીએમ કાર્યાલયથી ઉમેદવારોને નથી મળ્યો સરખો જવાબ!
ટૂંકમાં પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી નવી શિક્ષણ નીતિ અંતર્ગત જવાબ આપવામાં આવ્યો છે. કહેવામાં આવ્યું છે કે જ્ઞાન સહાયકની ભરતી પ્રક્રિયા ચાલુ છે જે ધ્યાને લઈ અરજી પર કોઈ કાર્યવાહી કરવાની નથી રહેતી. ટૂંકમાં સરકારની બાજુથી વાત કરીએ તો તેમણે પોતાનો સત્તાવાર જવાબ પ્રધાનમંત્રી કાર્યાલયથી આપી દીધો છે અને ટેટ ટાટ પાસ શિક્ષકો અથવા જ્ઞાન સહાયક યોજનાનો વિરોધ કરતા શિક્ષકો તરફથી વાત કરીએ તો તેમને યોગ્ય જવાબ નથી મળ્યો કારણ કે તે તો યોજના જ રદ કરવાની વાત કરી રહ્યા છે.
ભગવાનને પણ પત્ર લખી ઉમેદવારોએ કરી રજૂઆત
ટેટ ટાટના શિક્ષકો હવે ગાંધીનગર તો આવી શકતા નથી કારણ કે તે આવે અને વિરોધ કરે તેના પહેલા તો ઘરેથી જ તેમની ધરપકડ થઈ જાય છે. આગળ કઈ રીતે રણનીતિ રહેશે એ જોવાનું રહેશે કારણ કે જ્યાંથી તેમને કંઈક આશા હતી તે તો કામ ન લાગી. મહત્વનું છે કે અલગ અલગ રીતે સરકાર સુધી તેમનો અવાજ પહોંચે તે માટે આંદોલન કરી રહ્યા છે. ભોળેનાથને પત્ર લખ્યો, હનુમાનજીને પત્ર લખ્યો, ગણપતિજીને પત્ર લખ્યો. મહત્વનું છે કે અનંત પટેલ દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.






.jpg)








