TET-TATના ઉમેદવારોએ જ્ઞાન સહાયકનો વિરોધ તો કર્યો પણ સાથે સાથે ફોર્મ પણ ભર્યા? જાણો હજી સુધી કેટલા ફોર્મ ભરાયા?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-09-07 16:31:38

છેલ્લા ઘણા સમયથી ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. જ્ઞાન સહાયક યોજનાને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી તેમની માગ છે. એક તરફ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારોએ ફોર્મ ભરી દીધું છે. જ્ઞાન સહાયક યોજના   જ્યારથી લાવવાની વાત શરૂ થઈ ત્યારથી TET-TATના ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ફોર્મ ભરવાની તારીખ લંબાવવામાં આવી ઉમેદવારોને એવું લાગ્યુ કે કોઈએ ફોર્મ નથી ભર્યા પણ આવું નથી. 23 હજારથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હોવાનું સામે આવ્યું છે.  

 23 હજારથી વધુ ઉમેદવારોએ ભરી દીધા છે ફોર્મ 

ગાંધીનગર ખાતે શિક્ષક દિવસના દિવસે ટેટ-ટાટના ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરવા માટે ગયા હતા. રજૂઆત કરે તે પહેલા જ પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી હતી. એક તરફ અનેક ઉમેદવારો જ્ઞાનસહાયકનો વિરોધ કરી રહ્યા છે. યોજનાને નાબુદ કરવાની વાત કરી રહ્યા છે તો બીજી તરફ અનેક ઉમેદવારો એવા છે જેમણે જ્ઞાન સહાયકનું ફોર્મ ભર્યું છે. ઉમેદવારોના વિરોધ વચ્ચે  શિક્ષણ વિભાગે જ્ઞાન સહાયકોની ભરતી માટે અરજી સ્વીકારવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે, જેમાં અત્યાર સુધીમાં 23 હજારથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે.


11 સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરી શકાશે 

ધોરણ 1થી 12 સુધી શિક્ષકોની જેટલી ખાલી જગ્યા છે, તેની સામે જ્ઞાન સહાયકની ભરતી માટે 23060 ઉમેદવારોએ અરજી કરી હોવાનું બહાર આવ્યું છે. જ્ઞાન સહાયકની ભરતી માટે ઓનલાઇન અરજી સ્વીકારવાની અંતિમ તારીખ 11 સપ્ટેમ્બર છે, જ્યારે 6 સપ્ટેમ્બર બપોર સુધીમાં માધ્યમિક સ્કૂલના જ્ઞાન સહાયક માટે 17,723 અને પ્રાથમિકના જ્ઞાન સહાયક માટે 5337 ઉમેદવારોની અરજી મળી છે.



ઉમેદવારોએ કરી હતી હનુમાનજીને રજૂઆત 

હજુ 11 સપ્ટેમ્બર સુધીમાં અરજી સ્વીકારવાની હોવાથી તેમાં વધારો થશે તેવું શિક્ષણ મંત્રી કુબેર ડીંડોરે કહ્યું હતું એટલુંજ નહીં એવું પણ કહ્યું  જ્ઞાન સહાયકનો વિરોધ કરવાવાળા વિરોધ કરે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે, 23060 ઉમેદવારોએ ભરતી માટે અરજી કરી છે. રાજ્ય સરકારે પ્રવાસી શિક્ષકોની જગ્યાએ શિક્ષણની ગુણવત્તા સુધરે તેટલા માટે જ્ઞાન સહાયકની ભરતી કરવા જઈ રહી છે. જોકે ગઈ કાલે જ્ઞાન સહાયકની કરાર આધારિત ભરતીના સરકારના નિર્ણય સામે ટેટ અને ટાટ પાસ ઉમેદવારોએ ડભોડિયા હનુમાનજી સમક્ષ પોતાનું આવેદન પત્ર મૂકી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. હવે જોવું રહ્યું કે આ સંઘ કાશીએ પહોંચે છે કે નહીં?



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.