TET-TATના ઉમેદવારો ફરિયાદો લઈ Jamawat પહોંચ્યાં, સાંભળો Gandhinagar પોતાની રજૂઆત માટે જઈ રહેલા ઉમેદવારોની આપવીતી


  • Published By :
  • Published Date : 2023-08-25 11:37:46

ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે TET-TATના ઉમેદવારો ઘણા સમયથી આંદોલન કરી રહ્યા છે. જ્ઞાનસહાયક નીતિને નાબુદ કરવામાં આવે તેવી ઉમેદવારોની માગ છે. કરાર આધારિત ભરતીને નાબુદ કરી શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે અનેક વખત રજૂઆત કરવા માટે ઉમેદવારો ગાંધીનગર ગયા હતા. અનેક વખત સરકારને પોતાની રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો અવાજ ગાંધીનગરમાં બેઠેલા મંત્રીઓ, અધિકારીઓ સુધી પહોંચે તે પહેલા જ તેમની અટકાયત કરી લેવામાં આવતી. કાયમી શિક્ષકની ભરતી કરવા માટે અનેક વખત સરકારને રજૂઆત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ દર વખતે તે ગાંધીનગર પહોંચે તે પહેલા જ તેમને રોકી લેવામાં આવતા હતા.

જમાવટની ઓફિસે પહોંચ્યા TET-TATના ઉમેદવાર

શિક્ષકો માટે આચાર્ય ચાણક્ય કહેતા હતા કે એક શિક્ષક કભી સાધારણ નહીં હોતા, પ્રલય ઓર નિર્માણ ઉન્કી ગોદમેં પલતે હેં... ત્યારે એવી પરિસ્થતિનું નિર્માણ થયું છે શિક્ષકો બનવા ઈચ્છુક ઉમેદવારો સરકાર સામે લડી લેવાના મૂડમાં હોય તેવું લાગી રહ્યું છે. ગાંધીનગર સુધી પોતાની વાતને રજૂ કરવા માટે યાત્રા પણ કાઢી હતી. ચાલીને સચિવાલય તે પહોંચવાના હતા. ગાંધીનગર સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને રોકી દીધા હતા. સરકાર તો તેમનું સાંભળતી નથી. તો પોતાની રજૂઆતને લઈ ઉમેદવારો જમાવટની ઓફિસે આવ્યા હતા. પોતાની સમસ્યાને લઈ ઉમેદવારો આવ્યા હતા. સાંભળો ઉમેદવારોની વેદના... 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે