TET-TAT ઉમેદવારો Gandhinagarને ગજવશે! Dandi Yatra 2.0 આજે અમદાવાદ પહોંચશે પરંતુ તે પહેલા વિધાનસભાનો ઘેરાવો કરશે!


  • Published By :
  • Published Date : 2023-10-20 12:36:31

ગાંધીનગર ખાતે ટેટ-ટાટ ઉમેદવારો આંદોલન કરવાના છે. સત્યાગ્રહ છાવણી ખાતે આમ આદમી પાર્ટીએ મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગુજરાતના ભાવિ શિક્ષકો આ વખતે આર-પારની લડાઈ લડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ઉમેદવારો એકદમ આક્રામક દેખાઈ રહ્યા છે સરકારના જ્ઞાન સહાયકના કાયદાના વિરોધમાં. જ્ઞાન સહાયકને નાબુદ કરવામાં આવે તેવી તેમની માગ છે.

 

વિધાનસભાને ઘેરવાનો ઉમેદવારો કરી શકે પ્રયાસ! 

ગુજરાતમાં કથળતા શિક્ષણની પરિસ્થિતિ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. અનેક શાળાઓમાં શિક્ષક નથી હોતા તો અનેક શાળાની હાલત દયનીય હોય છે. શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તે માટે ઉમેદવારો લડત આપી રહ્યા છે. ઉમેદવારોને આમ આદમી પાર્ટીનો તેમજ કોંગ્રેસનો સાથ પણ મળી રહ્યો છે. યુવા અધિકાર યાત્રાનું આયોજન આપ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં ધારાસભ્ય ચૈતર વસાવા, યુવરાજસિંહ, આપના કાર્યકર્તાઓ તેમજ હજારો ટેટ-ટાટના ઉમેદવારો ચાલી રહ્યા છે. ઉમેદવારોનો રોષ આ યાત્રા દરમિયાન અનેક વખત દેખાઈ આવ્યો છે. 



આજે અમદાવાદ પહોંચશે દાંડી યાત્રા 2.0

દાંડી યાત્રા 2.0ની શરૂઆત 13 ઓક્ટોબરથી કરવામાં આવી છે. આ યાત્રાને જનસમુદાયનું સમર્થન મળી રહ્યું છે. દાંડીથી નીકળેલી આ યાત્રામાં હજારો ઉમેદવારો જોડાયા છે. યુવરાજસિંહ, ચૈતર વસાવા સહિતના આમ આદમી પાર્ટીના નેતાઓ આવ્યા છે. ગુજરાતમાં શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ સાથે આમ આદમી પાર્ટીએ  યુવા અધિકાર યાત્રાનું આયોજન કર્યું છે. દાંડીથી નિકળેલી આ યાત્રા આજે અમદાવાદ પહોંચવાની છે. અમદાવાદ આ યાત્રા આવે એની પહેલા ગાંધીનગર ખાતે મહા સંમેલનનું આયોજન કર્યું છે. ગાંધીનગરમાં ઉમેદવારો હલ્લાબોલ કરવાના છે. વિધાનસભાને ઘેરવાનો પ્રયાસ ટેટ-ટાટના ઉમેદવારો કરવાના છે તેવી માહિતી સામે આવી છે. 


ગાંધીનગર ખાતે શું થાય છે તેની પર સૌ કોઈની નજર

જ્ઞાન સહાયક રદ્દ કરવામાં આવે તે માટે સરકારને અનેક વખત રજૂઆત કરી પરંતુ તેમનો અવાજ સાંભળવામાં આવ્યો નથી. ઉમેદવારોના સમર્થનમાં રાજકીય પાર્ટી આવી છે. વિપક્ષી નેતાઓ શિક્ષણ મામલે આક્રામક દેખાઈ રહી છે. જ્ઞાન સહાયકને રદ્દ કરવામાં આવે તેવી માગ વિપક્ષ દ્વારા કરવામાં આવી છે. જ્ઞાન સહાયકના વિરોધમાં કરવામાં આવી રહ્યું આંદોલન રંગ લાવશે કે નહીં તે જોવું રહ્યું. ગાંધીનગર ખાતે આજે શું થાય છે તેની પર સૌ કોઈની નજર છે.



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.