TET-TAT પાસ ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે, ઉમેદવારે બાપ્પાને કહ્યું કે એક વર્ષમાં સરકારે....


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-09-16 16:13:15

ગુજરાતમાં કાયમી શિક્ષકોની માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. ટેટ ટાટ પાસ ઉમેદવારોએ અનેક વખત વિરોધ કરવા ગાંધીનગરના રસ્તા પર ઉતર્યા છે અને પોતાની માગ સરકાર સમક્ષ મૂકી છે.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાસ્તવિક્તા છે.. અનેક શાળાઓ એવી છે જ્યાં એક શિક્ષક છે... ભણવા આવવા માટે બાળકો છે પરંતુ ભણાવવા માટે શિક્ષકો નથી.. વિધાનસભામાં પણ શિક્ષકોની ઘટનો મુદ્દો ઉઠ્યો છે.. અનેક વખત અલગ અલગ રીતથી ઉમેદવારો સરકાર સુધી પોતાની વાત મૂકવાનો પ્રયત્ન કરે છે ત્યારે ફરી એક વખત ઉમેદવારો પોતાની માગ સાથે પહોંચ્યા છે પરંતુ સરકાર સમક્ષ નહીં પરંતુ ગણપતિ દાદા સમક્ષ....

શિક્ષક દિનના દિવસે ભાવિ શિક્ષકો ઉતર્યા હતા રસ્તા પર

જે પ્રમાણેના તહેવારો એ પ્રમાણે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરતા હોય છે.  ઉત્તરાયણ વખતે તેમણે પતંગ પર કાયમી શિક્ષકોની ભરતી કરો તેવું લખાણ લખી પતંગ ચગાવ્યો હતો.. ગયા વર્ષે ગણપતિ મહોત્સવ દરમિયાન ઉમેદવારોએ તેમને પ્રાર્થના કરી હતી અને કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી.. તે બાદ અનેક વખત પોતાની માગ સાથે ઉમેદવારો રસ્તા પર ઉતર્યા. પોલીસ અને ઉમેદવારો વચ્ચે અનેક વખત ઘર્ષણ પણ થયું તે પણ આપણે દ્રશ્યો જોયા છે. આ વખતે શિક્ષક દિનના દિવસે પણ રસ્તા પર ભાવિ શિક્ષકો ઉતર્યા હતા અને પોતાની માગ સરકારને રજૂ કરી હતી..


ઉમેદવારો પહોંચ્યા ગણપતિ બાપ્પાના શરણે!

ગણપતિ મહોત્સવને એક વર્ષ પૂર્ણ થઈ ગયું છે, હાલ ગણપતિ મહોત્સવ જ ચાલી રહ્યો છે ત્યારે ફરી એક વખત ઉમેદવાર ગણેશજીના શરણે ગયા છે પ્રાર્થના કરવા માટે સરકાર કાયમી શિક્ષકોની ભરતી જલ્દી કરે.. બાપ્પા પાસે જઈ ઉમેદવારોએ કહ્યું ગયા વર્ષે પણ અમે તમને આવેદન આપવા આવ્યા હતા અને આ વર્ષે પણ તમને આવેદન આપવા આવ્યા છીએ.. સરકારે એક વર્ષથી કાયમી શિક્ષકોની ભરતી નથી કરી.. જ્યારે મળવા જઈએ છીએ ત્યારે તારીખ પે તારીખ જ મળે છે.. મહત્વનું છે કે ટેટ ટાટ પાસ ઉમેદવારો અનેક આવેદનપત્ર આપ્યા, રજૂઆતો કરી, માગ સાથે આંદોલન કરવા રસ્તા પર ઉતર્યા.. એક વર્ષ થઈ ગયું પરંતુ સરકાર દ્વારા કાયમી શિક્ષકોની ભરતી નથી કરવામાં આવી.. ત્યારે ફરી એક વખત ગણપતિ બાપ્પાના શરણે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગયા છે.. 



મંજીલ સુધી પહોંચવાની ચાહના લોકોને હોય છે.. ક્યાંક પહોંચવાની દોડમાં લોકો વ્યસ્ત થઈ રહ્યા છે પરંતુ ક્યાં પહોંચવું છે તેની ખબર નથી હોતી. જ્યારે આપણે ખોટા રસ્તા પર જઈએ છીએ. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે

દાહોદની ઘટનામાંથી કે સુરેન્દ્રનગરમાં બાળકી પર દુષ્કર્મની ઘટનામાંથી આપણે બહાર નથી આવ્યા ત્યાં ફરી એકવાર વડોદરામાં આ પ્રકારની ઘટના બની છે... વિકૃત માનસિકતા ધરાવનાર અપરાધીઓ નાની બાળકીઓને પણ નથી છોડતા... ગરબા રમવા ગયેલી સગીરા પર દુષ્કર્મ થયું હોય તેવી માહિતી સામે આવી છે.

થોડા દિવસ પહેલા તુરખેડાથી એક વીડિયો સામે આવ્યો હતો જેમાં મહિલાને ઝોળી કરીને લઈ જવા લોકો મજબૂર બન્યા હતા... રસ્તાના અભાવે બાળકે પોતાની માતાને ગુમાવી છે.. આ ઘટનાની નોંધ હાઈકોર્ટે લીધી છે અને સુઓમોટો દાખલ કરી છે.. સરકારને તીખા સવાલો કર્યા છે અને જવાબ આપવા માટે કહ્યું છે....

નવરાત્રીના બીજા નોરતે માતા દુર્ગાના બીજા સ્વરૂપની એવા માતા બ્રહ્મચારીણીની આરાધના કરવામાં આવે છે. માતાજી શ્વેત વસ્ત્રો ધારણ કરનારા દેવી છે... બ્રહ્મચારિણી માતા ભક્તોને મનોવાંચ્છિત ફળ આપનારા છે.