Gujaratમાં કાયમી શિક્ષકોની ભરતીની માગ સાથે TET-TAT પાસ ઉમેદવારો કાલે કરશે ગાંધીનગરમાં આંદોલન, Jignesh Mevaniએ લોકોને કરી આ અપીલ, સાંભળો


  • Published By :
  • Published Date : 2024-06-17 14:14:56

શાળામાં નવા શેક્ષણિક કાર્યનો આરંભ થઈ ગયો છે.. ભણવા માટે બાળકો તો શાળામાં આવે છે પરંતુ ત્યાં શિક્ષકો નથી હોતા.. ગુજરાતમાં શિક્ષકોની ઘટ છે તે વાત આપણે જાણીએ છીએ.. શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી કરી રહ્યા છે. શિક્ષકોની કાયમી ભરતીની માગ તેઓ કરી રહ્યા છે. થોડા સમય પહેલા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ કરી હતી ત્યારે હવે જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં આને લઈ વાત કરી રહ્યા છે.. 

જીગ્નેશ મેવાણીએ લોકોને અપીલ કરતા કહ્યું કે.. 

આવતી કાલે ટેટ ટાટ પાસ ઉમેદવારો ગાંધીનગરમાં આંદોલન કરવાના છે... ત્યારે આને લઈ જિગ્નેશ મેવાણીનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે કહી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં શિક્ષણનું તંત્ર કેટલું ખાડે ગયું છે તે આપણે જાણીએ છીએ. 70 હજારની ઘટ વિશે છાપાના મિત્રો ફ્રન્ટ પેજ પર ન્યુઝ બનાવી રહ્યા છે, છતાંય આ બહેરી સરકારના પેટનું પાણી હલતું નથી.. ટેટ ટાટ જેણે પણ પાસ કરી તે ઉમેદવાર મિત્રને નોકરી પર રાખવામાં આવે, કાયમી નોકરીએ  રાખવામાં આવે તે વાતને લઈ તેઓ 18મી તારીખે આંદોલન કરવાના છે. 



ગુજરાતમાં છે શિક્ષકોની ઘટ... 

તે સિવાય તેમણે લોકોને આ આંદોલનમાં જોડાવા માટે વિનંતી કરી હતી. ગુજરાતની અંદર આ 70 હજાર શિક્ષકોની ઘટ ભરાવી જોઈએ તો જ ગુજરાત સાચા અર્થમાં પ્રગતિશિલ ગુજરાત બની શકશે..મહત્વનું છે કે શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવે તેવી માગ ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા સમયથી કરી રહ્યા છે. અનેક વખત રજૂઆતો કરવામાં આવી, અનેક વખત આંદોલન કરવામાં આવ્યું. પરંતુ હજી સુધી તેમનો અવાજ સરકાર સુધી પહોંચ્યો નથી.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો...     



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે