થાનગઢ હત્યાકાંડ : આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત, SITની રચના થયે આટલા વર્ષો થયા પરંતુ...


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-12 18:45:31

જ્યારે કોઈ દુર્ઘટના સર્જાય છે તે બાદ તપાસ માટે એસઆઈટીની રચના કરવામાં આવે છે.. જ્યારે એસઆઈટીની રચના થાય છે ત્યારે આશા હોય છે કે સારી રીતે તપાસ થશે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.. પરંતુ અનેક વખત એસઆઈટી દ્વારા કરાતી તપાસ અનેક સવાલો ઉભા કરે છે.. ઘણા કિસ્સાઓ એવા છે જેમાં વર્ષોના વર્ષો વિતી જાય છે પરંતુ પીડિત પરિવારને ન્યાય નથી મળતો. આવો જ એક કિસ્સો છે 2012માં થયેલા થાનગઢ હત્યાકાંડનો.. 


SITની રચના થાય છે ત્યારે પીડિત પરિવારને ન્યાયની આશા હોય છે.. 

વર્ષ 2012માં થાનગઢમાં હત્યાકાંડ થયો હતો જેમાં ત્રણ લોકોના મોત થઈ ગયા હતા... ત્રણ લોકોના મોત થયા તે બાદ એસઆઈટીની રચના કરવામાં આવી અને પીડિત પરિવારને ન્યાય મળે તેવી ઝંખના હોય છે.. દોષિ વિરૂદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી માગ પીડિત પરિવાર દ્વારા કરવામાં આવતી હોય છે. એસઆઈટીની રચના બાદ આશા હોય છે કે પીડિત પરિવારને ન્યાય મળશે. પરંતુ આટલા વર્ષો બાદ પણ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને ન્યાય નથી મળ્યો.. 


એસઆઈટીની રચના બાદ પણ.. 

આ મામલાની તપાસ કરવા માટે એસઆઈટીની રચના કરવામાં આવી પરંતુ આટલા વર્ષો બાદ પણ ન્યાયની આશા માટે આ પરિવાર ઝંખી રહ્યો છે. SITની રચના બાદ પણ બે મૃતકોના આરોપીની ધરપકડ થઈ નથી એક મૃતકના આરોપી PSI સહિત ત્રણ વ્યક્તિઓ માત્ર છ મહિનામાં જામીન પર છૂટી ગયા હતા. આજે પ્રમોશન લઈ સારી પોસ્ટ પર બેઠા છે. તેવી વાત આમ આદમી પાર્ટીના પ્રતિનિધી મંડળ દ્વારા કરવામાં આવી હતી. આપના પ્રતિનિધી મંડળે લીધી પીડિત પરિવારની મુલાકાત 

ત્યારે પીડિત પરિવારની મુલાકાત આમ આદમી પાર્ટીના નેતા દ્વારા લેવામાં આવી છે. એસઆઈટીનો રિપોર્ટ પરિવારને મળ્યો નથી. આમ આદમી પાર્ટીના પ્રતિનિધિ મંડળ  રાજુ કરપડા, અમૃત મકવાણા, દેવકરણ જોગરાણા, અજીત ખોરાણી, દીપક ચિહલા સહિત આગેવાનોએ પીડિત પરિવારની મુલાકાત લીધી જેમાં SIT અને સરકાર પરથી વિશ્વાસ ઉઠી ગયાની પીડિત પરિવારે ફરિયાદ કરી હતી.. મહત્વનું છે કે પોલીસની ગોળીથી ત્રણ લોકોના મોત થઈ ગયા હતા.. 
લોકોને અનેક વખત કહેતા સાંભળ્યા હશે કે બાળકો રમકડાથી રમે છે અને મોટાઓ બીજાની લાગણથી રમે છે. સંબંધો અને લાગણીની વાત કરતી રચનાને સાહિત્યના સમીપમાં પ્રસ્તુત કરવી છે.

ગઈકાલે ગુરુ પૂર્ણિમાનો દિવસ હતો. એટલે જ સુરતનાં ઇન્દોર સ્ટેડિયમમાં ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ ગુરુપૂર્ણિમા પર્વની ઉજવણી રાખી હતી જેમાં તેમણે પોતાનાં ભાષણ દરમિયાન ડ્રગ્સ મુદ્દે મોટું નિવેદન આપ્યું સાથે જ તેમણે કોંગ્રેસને આડે હાથ લીધી અને અંતે કહી દીધું કે સુરતમાં કોઈ ભાઈ નહીં!

લોકસભામાં બજેટ સત્રનો આજથી આરંભ થઈ ચુક્યો છે . ત્યારે આ બજેટ સત્રના પહેલા દિવસની શરૂઆત ખુબ આક્રમકતા સાથે થઇ છે. આ વખતનું સત્ર ખૂબ હંગામેદાર રહેશે તેના એંધાણ દેખાઈ રહ્યા હતા.

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. પરંતુ અનેક જગ્યાઓ, અનેક વિસ્તારો એવા છે જ્યાં વરસાદની પ્રતિક્ષા લોકો કરી રહ્યા છે. જ્યાં છે ત્યાં બહુ બધો વરસાદ છે અને જ્યાં નથી ત્યાં આવતો જ નથી... હવામાન વિભાગે આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તેની માહિતી આપી છે.