નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે થશે 36મી નેશનલ ગેમ્સની શરૂઆત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 12:44:17

અમદાવાદ ખાતે યોજાનારી 36મા નેશનલ ગેમ્સને લઈ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. રાજ્યમાં યોજાનારી આ ગેમ્સને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા અનેક એકેડેમીના પ્રતિનિધિઓ સાથે બેઠક પણ કરવામાં આવી હતી. 27 સપ્ટેમ્બર થી 10 આક્ટોબર સુધી યોજાનારી આ ગેમ્સ ગુજરાત રાજ્યના 8 સ્થળો પર યોજાવાની છે. અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર સહિતની જગ્યાઓ પર આ ગેમ્સનું આયોજન થવાનું છે.

36th National Games of India 2022: Dates, Venue, Host, List of sports, Logo  and moreNarendra Modi Stadium in Motera: 10 INSIDE PICS that will blow your mind

વડાપ્રધાનની ઉપસ્થિતિમાં ગેમ્સના થશે શ્રી ગણેશ

પ્રધાનમંત્રી મોદીની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનો શુભારંભ થવાનો છે. અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતેથી આ ગેમ્સની શરૂઆત કરવામાં આવશે. વડાપ્રધાનની ઉપસ્થિતિમાં રમત ગમત તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ગેમ્સના ઉદ્ધાટનના પ્રસંગે વિવિધ ક્ષેત્રના ખ્યાતનામ હસ્તીઓ પણ હાજરી આપવાના છે.

નવી પેઠીને મળશે પ્રોત્સાહન

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર સહેરા દ્વારા યોજાયેલી આ બેઠકમાં સ્પોર્ટસ એસોસિએશન, સ્પોર્ટ્સ કલ્બ અને સ્પોર્ટ્સ એકેડેમીના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું હતું કે નેશનલ ગેમ્સના પ્રત્યક્ષ સાક્ષી બનવા સાથે આવી રમતોને નજરો-નજર જોવાની તક આજની યુવા પેઠીને મળશે. વેબસાઈટ દ્વારા રમતવીરો પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. વડાપ્રધાન હમેશા રમત-ગમતને પ્રોત્સાહન આપે છે ત્યારે ગુજરાતના રમતવીરો પણ પ્રોત્સાહિત થઈ ખેલ-કુદ ક્ષેત્રે આગળ વધે તે હેતુથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યા છે.    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે