Afghanistan ક્રિકેટરે Ahmedabadમાં કર્યું એવું કામ કે તેમની વાહવાહી થઈ રહી છે, ગરીબોની સુધારી દિવાળી


  • Published By :
  • Published Date : 2023-11-13 14:58:59

અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. અફઘાનિસ્તાનની ટીમ પ્રથમ વખત સેમિફાઇનલની રેસમાં દોડી રહી હતી, પરંતુ અંતે તેણે છઠ્ઠા સ્થાને રહીને પોતાની સફર સમાપ્ત કરી. અફઘાનિસ્તાનના ખેલાડીઓએ પણ ભારતના લોકોને ભરપૂર પ્રેમ આપ્યો છે. આવો જ એક ગુપ્ત રીતે બનાવાયેલ વીડિયો સામે આવ્યો કે જેમાં રાત્રીના સમયે અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા વહેચતા જોવા મળ્યા હતા.

Watch: Afghanistan Cricketer Rahmanullah Gurbaz Helps People On Ahmedabad  Streets On Diwali Eve

અમદાવાદના રસ્તા પર સૂતેલા ગરીબોની ક્રિકેટરે કરી મદદ!

તમે નેતાઓને તો ગરીબોની મદદ કરી ફોટા પડાવી જશ લેતા જોયા હશે પણ જે વ્યક્તિ દિલથી મદદ કરવા માંગે છે એ વ્યક્તિને ઓળખ માટે કોઈ ફોટા પડાવવાની જરૂરત નથી પડતી. અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ અડધી રાત્રે અમદાવાદના રસ્તાઓ પર નિકળી પડ્યા અને  500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી ત્યાંથી નીકળી ગયા. રસ્તા પર સુતા લોકોને તો ખબર પણ નહોતી કે લોકો જેની સાથે સેલ્ફી લેવા દોડાદોડ કરે છે એ વ્યક્તિ તેમની પાસે આવીને જતો રહ્યો. 

અફઘાનિસ્તાનના ક્રિકેટરે અમદાવાદના રસ્તાઓ પર સૂતા ગરીબ લોકોને દિવાળીની ઉજવણી  માટે આપ્યા પૈસા |The Afghanistan cricketer gave money to poor people living  on the streets of ...

ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબોને આપી

અફઘાનિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝે અમદાવાદના રસ્તાઓ પર રહેતા લોકો પાસે જઈને દિવાળીની ઉજવણી માટે પૈસા આપ્યા છે. ગુરબાઝને તેની ઉદારતા માટે કોઈ પ્રચાર કરવાની જરૂર નહોતી. તેથી જ તે અમદાવાદના રસ્તાઓ પર રહેતા ગરીબ લોકો પાસે રાત્રે ત્રણ વાગ્યે એકલો ગયો હતો. બધા સૂતા હતા. ગુરબાઝે 500-500ની નોટો ઉંઘી રહેલા ગરીબ લોકોની બાજુમાં મૂકી, જાગી રહેલી મહિલાના હાથમાં પૈસા આપ્યા અને પછી ચુપચાપ કારમાં બેસીને ચાલ્યો ગયો. 


ગુરબાઝનો વીડિયો સોશિયલ મીડિયા પર થઈ રહ્યો છે વાયરલ 

આ દરમિયાન એક સામાન્ય વ્યક્તિએ ગુરબાઝને ઓળખ્યો અને તેને પૈસા વહેંચતા જોયો દૂરથી તેનો વીડિયો બનાવ્યો, અને જ્યારે ગુરબાઝ ત્યાંથી નીકળ્યો, ત્યારે તે ગરીબ લોકોની નજીક ગયો અને જોયું કે કેવી રીતે ગુરબાઝે બધા સૂતેલા ગરીબોની બાજુમાં પૈસા વહેંચ્યા. લોકો પાસે પૈસા રાખ્યા છે, જેથી તેઓ 12મી નવેમ્બરની સવારે જાગી શકે અને દિવાળી ઉજવી શકે. રહેમાનુલ્લા ગુરબાઝનો આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ગુરબાઝને ભારતમાં પણ ખૂબ પસંદ કરવામાં આવે છે. ત્યારે ક્રિકેટરના આ કામના વખાણ લોકો કરી રહ્યા છે. 



ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."