TRB જવાનોની વધતી ફરિયાદને લઈ Ahmedabad Police Commissionerનો આદેશ, TRB જવાનોની કામગીરી પર આ રીતે રખાશે નજર


  • Published By :
  • Published Date : 2023-11-30 09:35:37

ભારત-પાકિસ્તાન મેચ વખતે એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં ટીઆરબી જવાને દિલ્હીથી મેચ જોવા આવેલા યુવક સાથે તોડપાણી કર્યા હતા. ટ્રાફિક વિભાગના કર્મચારીઓ તેમજ ટીઆરબી જવાનો વાહનચાલકો પાસેથી તોડપાણી કરી પૈસા પડાવતા હોય છે તેવા કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. આપણામાંથી અનેક લોકો એવા હશે જેમણે ચલણ ના ફાટે તે માટે સેટિંગ કર્યા હશે.ત્યારે ટીઆરબી જવાન અને ટ્રાફિક પોલીસ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે પોલીસ કમિશનરે એક સૂચના બહાર પાડી છે. કમિશનરે શહેરના ઉચ્ચ સુપરવાઇઝરી અધિકારીઓને સુચના આપી છે કે મહિનામાં એકવાર ખાનગી ડ્રેસમાં  આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.   

ટીઆરબી જવાનની ફરજ અને સત્તા કેટલી તેની અપાઈ જાણકારી 

ટ્રાફિકને નિયંત્રણ કરવા માટે શહેરના વિવિધ પોઈન્ટ પર ટીઆરબી જવાન તેમજ ટ્રાફિક પોલીસને તૈનાત કરવામાં આવ્યા છે. પરંતુ અનેક વખત ટીઆરબી જવાનો તેમજ ટ્રાફિક પોલીસ તોડપાણી કરતા હોય તેવા સમાચારો સામે આવતા રહે છે. રસ્તા પર જ્યારે આપણને રોકવામાં આવે છે ત્યારે આપણે ડરી જતા હોઈએ છીએ. ડરને કારણે લોકો તોડપાણી કરી લેતા હોય છે તેવા કિસ્સાઓ પણ આપણે જોયા છે. ત્યારે ટીઆરબી જવાનોની ફરજ શું છે તેમની પાસે કેટલી સત્તા હોય છે તે અંગે લોકો જાગૃત થાય તે માટે ગુજરાત પોલીસ દ્વારા અનેક વખત ટ્વિટ કરવામાં આવે છે. તોડપાણી અંગેની ફરિયાદો સામે આવતા પોલીસ કમિશનર દ્વારા મહત્વપૂર્ણ આદેશ આપવામાં આવ્યો છે. 

GS Malik Took Charge As New Police Commissioner Of Ahmedababad Know Who Is  He | Ahmedabad New Police Commissioner: અમદાવાદના નવા પોલીસ કમિશ્નર તરીકે  જીએસ મલિકે સંભાળ્યો ચાર્જ, જાણો કોણ છે

ટીઆરબી જવાનોને મુક્ત કરવાનો નિર્ણય હાલ મોકુફ રખાયો – Revoi.in

આકસ્મિક રીતે ચેકિંગ કરવા કરાયો આદેશ!   

પોલીસ કમિશનર દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસની ગતિવિધી, તેમના કામ કરવાની પદ્ધતિ પર નિયંત્રણ કરવાની આવશ્યક્તા છે. જેથી આ માટે ટીઆરબી અને ટ્રાફિક વિભાગની સ્ટાફ પર સુપરવિઝન કરવા માટે અમદાવાદના તમામ સુપરવાઈઝરી અધિકારીઓને મહિનામાં એકવાર સિવિલ ડ્રેસમાં આકસ્મિક ચેકિંગ કરવુ અને રિપોર્ટ પણ આપવો.   



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .