ગુજરાતમાં ઠંડીનું વધશે પ્રમાણ, આગામી દિવસોમાં ઘટશે તાપમાનનો પારો


  • Published By :
  • Published Date : 2023-01-21 09:27:10

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી ઠંડીનું જોર ઘટ્યું હતું. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે લોકોને ઠંડીથી રાહત મળી હતી. પરંતુ ફરી એક વખત ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આવતીકાલથી ફરી એક વખત ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થવાનો છે. ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2થી 4 ડિગ્રી જેટલું ઘટી શકે છે. 

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ ઠંડી અંગે આગાહી કરતા જણાવ્યું છે કે, ગુજરાતમાં 25 જાન્યુઆરીથી ફરી ઠંડી વધશે. હાલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઠંડી ઘટશે. 21 તારીખ સુધી ઠંડી ઘટશે અને ઠંડીથી આંશિક રાહત મળશે. જ્યારે 25થી 27 જાન્યુઆરીથી ફરી કાતિલ ઠંડીનો રાઉન્ડ શરૂ થશે. અંબાલાલ પટેલ અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન 10થી ઓછું રહી શકે છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડીથી મળી આંશિક રાહત 

ઉત્તરભારતના અનેક રાજ્યોમાં હિમવર્ષા થઈ રહી છે. બરફવર્ષા થવાને કારણે ગુજરાત સહિતના અનેક રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. છેલ્લા એક બે દિવસથી ઠંડીથી રાહત મળી હતી પરંતુ આવનાર દિવસોમાં ઠંડીનું પ્રમાણ વધવાનું છે. શીતલહેરનો અનુભવ ફરી એક વખત ગુજરાતવાસીઓને થવાનો છે. વેસ્ટર્ન ડિસ્ટરબન્સને કારણે બે દિવસ ઠંડીથી રાહત મળી હતી પરંતુ ફરી એક વખત કોલ્ડવેવનો અહેસાસ થવાનો છે. એક તરફ સરકાર કોલ્ડ વેવ ની આગાહી કરવામાં આવી રહી છે અને લોકો ને કામ વગર ઘરની બહાર ના નીકળવા માટે તાકીદ કરી રહી છે અને બીજી તરફ ધોરાજીનાં ખેડૂતોને હાલ કડકડતી ઠંડીમાં એમના ખેતરમાં રાત્રે વીજ પુરવઠો મળતો હોવાને કારણે ખેડૂતો પરેશાન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે, સરકારએ વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોને દિવસે વીજ પુરવઠો આપવાનું વચન આપ્યું હતું. પરંતુ સરકારનું આ વચન જાણે પોકળ સાબિત થઈ રહ્યું હોઈ એવું લાગી રહ્યું છે.


અંબાલાલ પટેલે કરી કમોસમી વરસાદની આગાહી 

બેથી ચાર ડિગ્રી જેટલું તાપમાન ઘટવાથી ફરી એક વખત ઠંડીનું જોર વધવાનું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ઠંડીની સાથે સાથે પવન ફૂંકાવાની આગાહી પણ કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ સવારે અને રાત્રીના સમયે કાતિલ ઠંડીનો અનુભવ થશે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા જણાવ્યું કે ગુજરાતમાં 25 જાન્યુઆરી બાદ તાપમાનમાં ઘટાડો આવશે. હાલ ઠંડીથી આંશિક રાહત મળી છે પરંતુ આવનાર દિવસોમાં કડકડતી ઠંડીનો ચમકારો જોવા મળશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાઈ શકે છે. ઉપરાંત જાન્યુઆરીના અંત સુધીમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે