GSSSB Clerk Recruitment અંગે કરવામાં આવી જાહેરાત, જાણો શું રહેશે સંપૂર્ણ કાર્યક્રમ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-01 13:48:06

ભરતીને લઈ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. 5200થી વધુ જગ્યાઓ માટે ભરતી થવાની છે તેવી માહિતી પ્રાપ્ત થઈ રહી છે. 11 જિલ્લાના 55 સેન્ટર ઉપર દરરોજ 32 હજાર ઉમેદવાર ઓનલાઇન પરીક્ષા આપશે. ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે.  આ અંગેની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે તેવી માહિતી સામે આવી છે. આ જે માહિતી છે તે સૂત્રો પાસેથી મળેલી માહિતી છે. 

Image


કાર્યક્રમ અંગે કરવામાં આવી જાહેરાત! 

વિવિધ ભરતી અંગેની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવી છે. અનેક ભરતીઓ GSSSB દ્વારા બહાર પાડવામાં આવતી હોય છે. વિવિધ ભરતીઓ અંગેની વાત કરીએ તો ગ્રુપ Aમાં હેડ ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ સહિત 18 પોસ્ટ માટેની ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે જ્યારે ગ્રુપ Bમાં જુનિયર ક્લાર્ક અને આસિસ્ટન્ટ/ આસિસ્ટન્ટ ડેપો મેનેજર પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર, ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) એડ નંબર 212 માં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક સહિતની અનેક કેડરની પરીક્ષાનો કાર્યક્રમ તારીખ 1 એપ્રિલથી પ્રારંભ થઇ શકે છે. 


શું રહેશે પરીક્ષાના નિયમો? 

મળતી માહિતી અનુસાર પરીક્ષાને લઈ નિયમોની જાહેરાત પણ કરવામાં આવી છે. રાજ્યમાંથી કુલ 5 લાખ 17 હજાર ઉમેદવારોએ અરજી કરી છે. આ પરીક્ષામાં પ્રશ્નના ખોટા જવાબમાં 0.25 ટકા નેગેટિવ મર્કિંગ ગણવામાં આવશે. મળતી માહિતી અનુસાર 1 માર્ચથી ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરી શકશે. 4 શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવવાની છે.   



રાજ્ય શિક્ષણ વિભાગની પરિણામ પુસ્તિકા મુજબ આ વર્ષે એટલે કે 2024માં ગુજરાતી વિષયમાં 5.83 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, તેમાંથી 5.37 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. આ આંકડા પરથી સમજી શકીએ છીએ કે બોર્ડનું ઓવરઓલ પરિણામ ઊંચું આવ્યું છે છતાં 7.91% વિદ્યાર્થીઓ એટલે કે 46 હજારથી વધુ વિદ્યાર્થીઓ ગુજરાતી વિષયમાં નાપાસ થયા છે,

ગુજરાતની અનેક લોકસભા બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર હતી. બનાસકાંઠા, ભરૂચ, આણંદ, જામનગન જેવી અનેક બેઠકો એવી હતી જ્યાં ઉમેદવારો સારૂ પરિણામ લાવી શકે છે.

મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક વૃદ્ધ ની અનોખી ઘટના સામે આવી છે. ખાનપુર તાલુકાના અમેઠી ગામે રહેતા એક 75 વર્ષીય દાદાએ લગ્ન કરવાનો નિર્ણય લીધો. ગામના લોકોએ તેમના લગ્ન કરાવી દીધા હતા.

ગુજરાતમાં એક તરફ કમસોમી વરસાદની આગહી કરવામાં આવી છે તો બીજી તરફ રાજ્યના અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. 17 તારીખ સુધી અનેક ભાગો માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે.