ફરી ઉડ્યા દારૂબંધીના ધજાગરા! Kutchના Gandhidhamના આ અડ્ડામાં દેશી દારૂની તો રેલમછેલ છે!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-29 16:50:47

ગુજરાતમાં દારૂબંધી છે તે વાક્ય જ્યારે લખીએ અથવા તો કહીએ છીએ ત્યારે હસવું આવે છે... કારણ કે આપણી સમક્ષ દારૂના અડ્ડાના અનેક વીડિયો અવારનવાર સામે આવતા રહે છે. માત્ર જગ્યા બદલાય છે... અમે જ્યારે વિસ્તાર લખીએ કે વિસ્તારમાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે ત્યારે લોકો કમેન્ટમાં કહેતા હોય છે કે આવા અડ્ડા તો અનેક જગ્યાઓ પર ચાલે છે. ત્યારે દેશી દારૂના અડ્ડાનો વીડિયો કચ્છના ગાંધીધામથી સામે આવ્યો છે. ખુલ્લામાં દારૂનો અડ્ડો ધમધમી રહ્યો છે કદાચ પોલીસની રહેમ નજર હેઠળ!

આવા દેશી દારૂના અડ્ડા અનેક જગ્યાઓ પર ધમધમી રહ્યા છે....!

કચ્છના ગાંધીધામથી એક વીડિયો સામે આવ્યો જેમાં દેશી દારૂનો અડ્ડો ચાલી રહ્યો છે. મોટી સંખ્યામાં લોકો ત્યાં હાજર પણ છે. અડ્ડા પર ના માત્ર દારૂ મળી રહ્યો છે પરંતુ તેની સાથે ચવાણું પણ આપવામાં આવે છે. આ વીડિયો ભલે ગાંધીધામનો હોય પરંતુ આખા ગુજરાતમાં આવા દેશી દારૂના અડ્ડા જોવા મળતા હોય છે. અવાર નવાર આપણી સામે આવા વીડિયો આવતા હોય છે જે દારૂબંધી કાયદાનો અમલ કેટલો થાય છે તે બતાવતા હોય છે...       

 

   

પોલીસની રહેમનજર હેઠળ ચાલતા હોય છે દેશી દારૂના અડ્ડા!   

અનેક વીડિયો આપણી સામે આવતા હોય છે જે દારૂબંધીના કાયદા પર તમાચો મારે છે... ગુજરાત માટે જ્યારે ડ્રાય સ્ટેટ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે દીમાગમાં આવે કે જો ડ્રાય સ્ટેટમાં આટલો બધો દારૂ વેચાતો હોય તો પછી આ કાયદાનો મતલબ શું? ગુજરાતના અનેક ભાગોમાં, અનેક નહીં મુખ્યત્વે ભાગોમાં દારૂના અડ્ડા ધમધમી રહ્યા હોય. ખુલ્લામાં દારૂ વેચાતો હોય અને તો પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી.. પોલીસની કામગીરી પર પણ પ્રશ્ન ઉઠે છે કારણ કે અનેક વખત પોલીસને ખબર હોવા છતાંય કોઈ પગલા નથી લેવામાં આવતા. પગલા એટલા માટે નથી લેવામાં આવતા કારણ કે અડ્ડા પરથી પોલીસ સ્ટેશનમાં હપ્તો પહોંચે છે..! જો કાર્યવાહી કરવામાં આવે તો હપ્તાઓ બંધ થઈ જાય અને ભ્રષ્ટાચાર બંધ થઈ જાય..!   



જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસ પક્ષના એકાઉન્ટ સીઝ થઈ ગયા છે. જેને કારણે ઉમેદવારોને મતદાતાઓને આર્થિક સહાયની અપીલ કરવી પડી રહી છે.. ગેનીબેન ઠાકોર, લલિત વસોયા સહિતના ઉમેદવારોએ આ પ્રકારની અપીલ કરી છે ત્યારે નવસારી બેઠકના ઉમેદવાર નૈષદ દેસાઈએ પણ આવી અપીલ કરતો વીડિયો શેર કર્યો છે તેવી માહિતી સામે આવી છે.

બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળવાની છે. મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટન ઈલેક્શન યાત્રા પહોંચી હતી બનાસકાંઠા. ત્યાં ભાજપ અને કોંગ્રેસના બંનેના સમર્થકો મળ્યા..

ગુજરાતમાં અનેક જગ્યાઓ પર ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. ભાજપના નેતાઓને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે ફરી એક વખત ક્ષત્રિય સમાજની પરષોત્તમ રૂપાલાએ જાહેર મંચ પરથી માફી માગી છે...