ભાજપ પાસે ગણાવવા કામ નથી કે કમાને રાજનીતિમાં લાવ્યા?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-21 18:53:56


ચૂંટણી આવી છે ભાઈ! નેતાઓ પોતાના મોઢેથી ઝેર ઓકશે. જ્યારે નેતાઓ પાસે ગણાવવા માટે પોતાના કામ નથી હોતા ત્યારે લોકોને શિક્ષણ-સ્વાસ્થ્ય જેવા જીનવ જરૂરી મુદ્દાઓથી ભટકાવવા માટે હિંદુ-મુસ્લીમની રાજનીતિ કરતા હોય છે. જે નેતા લોકોને જેટલો લોકોને ભટકાવી શકે તે એટલો મહાન કહેવાય છે. પણ અત્યારે ભાજપના એક નેતાએ બફાટ કર્યો છે તેનાથી ગુજરાતની રાજનીતિ ગરમાઈ છે અને લોકોમાં પણ રોષ ફેલાઈ ગયો છે. 


ભાજપના નેતાએ કમાના નામનો ઉપયોગ કર્યો

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે માટે લોકોને લુભાવવા માટે ત્રણેય પક્ષો પોતપોતાની રીતે પ્રયાસે લાગ્યા છે. ભાજપ પોતાની કામગીરીનું ગૌરવ લેવા માટે ગૌરવ યાત્રા કરી રહ્યું છે. ત્યારે મધ્યપ્રદેશના મંત્રી વિશ્વાસ સારંગે રાહુલને ગાંધી કમો કહ્યું છે. તેમણે લોકો સાથે વાત કરતા કહ્યું હતું કે કમો... કમો... કમો ક્યાંથી ક્યાં નિકળ્યો છે. ભારત જોડવાની વાતો કરી રહ્યા છે. રાહુલ ગાંધી ગરીબી હટાવવાની વાતો કરે છે અને 40 હજાર રૂપિયાની ટીશર્ટ પહેરીને આવે છે. 


ભાજપના નિવેદન પર કોંગ્રેસની શું પ્રતિક્રિયા?

મનીષ દોષીએ જમાવટ પર સમગ્ર મામલે પ્રતિક્રિયા આપી હતી કે, બીજા રાજ્યોમાંથી ભાજપના નેતાઓ અને RSSવાળા રાહુલ ગાંધીની યાત્રાથી બઘવાઈ ગયા છે. હકિકતમાં તો ભાજપવાળા બેરોજગારી આસમાને લાવ્યા છે. ભાજપ પેપર ફૂટે છે તેનું ગૌરવ લેવા નિકળ્યા છે. 1600 રૂપિયાનો તેલનો ડબ્બો 3 હજારનો ડબ્બો થઈ ગયો છે. શિક્ષણ પણ મોંઘું થઈ ગયું છે. ગુજરાતમાં ભાજપે શિક્ષણને વેપાર કરી નાખ્યો છે. રાહુલ ગાંધીને કમો કહ્યું તે ભાજપની હલકી માનસીકતા દર્શાવે છે. કમો તો સામાન્ય પરિવારનો દિકરો છે. દિવ્યાંગ છોકરો છે. કમાને કિર્તિદાને આગળ લાવ્યા છે. ભાજપ પાસે તો કહેવા જેવું કંઈ નથી માટે ગમે તેવી વાત કરે છે. 2022ની ચૂંટણી ભાજપની વિદાય યાત્રા છે. જનતા તો રાહુલ ગાંધીનું  સ્વાગત કરી રહ્યા છે. ભાજપ પાસે મહિલાઓ વિદ્યાર્થીઓ જવાબ માગી રહી છે. ભાજપ પાસે મુદ્દાઓ નથી. 27 વર્ષના શાસનમાં ભાજપે 3 લાખ કરોડનું દેવું કરી દીધું છે. બાળક જન્મ લેય તો 56 હજારના દેવા સાથે જન્મ લેય છે. આ છે ભાજપનું શાસન, 27 વર્ષમાં કોઈ કામ નથી કર્યું માટે આવી રીતે ભોળા કમાનું નામ લઈ લોકોને મુદ્દાઓથી ભટકાવી રહ્યા છે. 


આમ આદમી પાર્ટીએ શું કહ્યું?

જ્યારે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું કે, કમો ભગવાનનું માણસ છે. કમો એક ભોળો માણસ છે. કમાને કોઈના પ્રત્યે દ્વેષ નથી. સીધા માણસની સીધા માણસ સાથે તુલના કરી તો તે એક સારી બાબત છે. 


ખેર, રાહુલ ગાંધીને શું કહેવું ના કહેવું તે રાજકીય પાર્ટીનો પોતાનો વિષય હોઈ શકે પરંતુ કમાને રાજનીતિમાં લઈ આવવો કેટલું યોગ્ય? ભાજપ હોય કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય કે અન્ય બીજી કોઈ પાર્ટી હોય પરંતુ રાજનીતિ કરવી હોય અને ગણાવવા જ હોય તો પોતાના કામ ગણાવવા જોઈએ. આમ લોકોને મુદ્દાઓથી ભટકાવવા માટે કમાના નામનો ઉપયોગ કરવો કેટલું યોગ્ય કહેવાય? ચૂંટણી નજીક આવશે ત્યારે આનાથી પણ ખરાબ પ્રકારની શૈલીનો ઉપયોગ નેતાઓના મોઢેથી સાંભળવા મળે તેમાં કોઈ નવાઈની વાત નથી. 


 




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.