જ્ઞાતિવાદને લઈ ભાજપના નેતા જ કરી ટ્વિટ, લખ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા જ્ઞાતિ જોઈને મતદારો મત આપે છે


  • Published By :
  • Published Date : 2022-11-07 12:41:52

ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી પોતાનો પ્રચાર કરી રહી છે. ત્યારે ભાજપના નેતાએ જ્ઞાતિ વાદને લઈ ચૂંટણી પૂર્વે ટ્વિટ કરી છે. ભાજપના નેતા ડો. ભરત કાનાબારે ટ્વિટ કરતા કહ્યું કે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિ જોઈને મત આપે છે. તેમની આ ટ્વિટથી રાજકારણમાં ગરમાવો આવ્યો છે.

લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી - ડો. ભરત 

છેલ્લા અનેક વર્ષોથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ વખતની ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં સરકાર બનાવે તે માટે ભાજપ પ્રયાસ કરી રહ્યું છે. દર વખતની ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી જતો હોય છે. ત્યારે આ વખતે પણ ચૂંટણીમાં જ્ઞાતિવાદ આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. ભાજપના નેતાએ ટ્વિટ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે લોકપ્રતિનિધિઓ ચૂંટાયા પછી સ્વહિતમાં રચ્યાપચ્યા રહે છે. ફરિયાદ કરવાનો અધિકાર લોકોએ ગુમાવી દીધો છે કેમ કે તે ઉમેદવારની ગુણવત્તા કરતા તેની જ્ઞાતિને જ મહત્વ આપે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ લોકશાહી જ્ઞાતિવાદના અજગરની પકડમાંથી મુક્ત થઈ શકી નથી.

 

ભાજપના જે નેતાએ જ્ઞાતિવાદને લઈ ટ્વિટ કરી છે તેમણે અમરેલી અને લાઠી વિધાનસભા બેઠક પરથી દાવેદારી કરી છે. ચૂંટણી પહેલા એમ પણ જ્ઞાતિવાદનો મુદ્દો ઉઠતો હોય છે. ત્યારે જ્ઞાતિવાદને લઈ ભરત કાનાબારની ટ્વિટને લઈ પાર્ટીમાં તેમનો વિરોધ થઈ શકે છે. મહત્વનું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ તેમને ફોલો કરે છે. ચૂંટણી સમયે જ્ઞાતિવાદને લઈ તેમણે પ્રહાર કર્યા છે. જેને કારણે રાજકારણ ગરમાઈ ગયું છે.

           

 A ટીમ તો ભાજપ જ છે - ભાજપ નેતા

ગુજરાતમાં આ વખતે ત્રિ-પાંખીયો જંગ જામવાનો છે. આમ આદમી પાર્ટી પણ ગુજરાતના રાજકારણમાં ઝંપલાવી રહ્યું છે.  આમ આદમી પાર્ટી પર અનેક વખત પ્રહાર થયા છે. ભરત કાનાબરે ટ્વિટ કરતા લખ્યું કે આપ કહે છે કે કોંગ્રેસ ભાજપની B ટીમ છે. કોંગ્રેસ કહે છે આપ ભાજપની B ટીમ છે. બી ટીમ જે હોય તે પણ A ટીમ તો ભાજપ જ છે.   


ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે