જે BJPના MPએ લોકસભામાં BSP સાંસદ દાનિશ અલીને ઉગ્રવાદી કહ્યા હતા તે નેતા ટ્વિટર પર થઈ રહ્યા છે ટ્રેન્ડ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-23 11:51:11

સંસદને લોકતંત્રનું મંદિર કહેવામાં આવે છે. સંસદમાં સાંસદો દ્વારા આપવામાં આવતા નિવેદનોને કારણે રાજકારણ ગરમાતું હોય છે. પાર્ટીનું પ્રતિનિધિત્વ નેતાઓ તેમજ સાંસદો કરતા હોય છે. પાર્ટીની વિચારધારાનું પણ પ્રતિનિધિત્વ સાંસદો તેમજ પક્ષ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ કરતા હોય છે. ત્યારે નવી સંસદ ભવનમાં ચર્ચા દરમિયાન ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી જેને કારણે હોબાળો મચી ગયો હતો. ત્યારે ટ્વિટર પર ટ્રેન્ડ થઈ રહ્યું છે  "रमेश_बिधूडी_जिंदाबाद" ટ્રેન્ડ થઈ રહ્યું છે. ત્યારે પ્રશ્ન છે થાય કે લોકો કેવી રીતે લખી શકે જિંદાબાદ કહી શકે? લોકો કેવી રીતે તેમનું સમર્થન કરી શકે?  


સંસદમાં થઈ હતી ઉગ્ર બોલાચાલી! 

સમગ્ર ઘટનાની વાત કરીએ તો સંસદમાં ગઈકાલે ચર્ચા ચાલી રહી હતી. તે દરમિયાન શાસક પક્ષ અને વિપક્ષના સાંસદો વચ્ચે ઉગ્ર ચર્ચા થઈ હતી. દરમિયાન, ગઈકાલે લોકસભામાં ચંદ્રયાન-3ની સફળતાની ચર્ચા થઈ રહી હતી ત્યારે ભાજપના સાંસદ રમેશ બિધૂડીએ બસપાના સાંસદ દાનિશ અલી પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેનાથી હોબાળો મચી ગયો હતો. બિધૂડીના નિવેદન બાદ સ્પીકર ઓમ બિરલાએ પણ તેમને ચેતવણી આપવી પડી હતી.


સાંસદે દાનિશને ઉગ્રવાદી કહેતા થયો હોબાળો 


ચંદ્રયાન 3 ની સફળતા અંગે ચર્ચા કરતી વખતે રમેશ બિધૂડીએ ઘણી વાંધાજનક ટિપ્પણીઓ કહી હતી. પોતાનું ભાષણ આપતાં તેમણે કહ્યું કે પીએમને શ્રેય આપવો જોઈએ કારણ કે તેમણે કામ કર્યું છે. આ દરમિયાન સાંસદ દાનિશનો અવાજ સાંભળીને બિધૂડી ગુસ્સે થઈ ગયા હતા અને તેમણે દાનિશને ઉગ્રવાદી કહ્યા હતા આ ઉપરાંત તેમણે અન્ય ઘણી વાંધાજનક વાતો કહી હતી.


ઓમ બિરલાએ ચેતવણી આપી, રાજનાથે ખેદ વ્યક્ત કર્યો


લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ ગૃહમાં ભાજપના સાંસદ રમેશ બિધુડીની વાંધાજનક ટિપ્પણીઓ પર નારાજગી વ્યક્ત કરી છે અને જો ભવિષ્યમાં આવી વર્તણૂકનું પુનરાવર્તન થશે તો કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપી હતી. બિધુડી દ્વારા કરવામાં આવેલી વાંધાજનક ટિપ્પણી બાદ તરત જ રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ ગૃહમાં ખેદ વ્યક્ત કર્યો હતો.


વિપક્ષે કડક કાર્યવાહીની માંગ કરી  


BSP સાંસદ કુંવર દાનિશ અલી પર બિધુડીની ટિપ્પણીથી સંસદમાં હોબાળો થયો અને વિપક્ષી નેતાઓએ તેમની સામે કડક કાર્યવાહીની માંગ કરી. તે જ સમયે, કોંગ્રેસે પણ બિધુડીની ટિપ્પણી પર પીએમ મોદી પર નિશાન સાધ્યું અને પૂછ્યું કે શું પીએમ મોદી હવે આ અંગે કાંઈ કહેશે?


ઓમર અબ્દુલ્લાએ કહ્યું- ભાજપનું સત્ય સામે આવ્યું 


નેશનલ કોન્ફરન્સના નેતા ઓમર અબ્દુલ્લાએ પણ રમેશ બિધુડીના ઉગ્રવાદી અંગેના નિવેદન પર નારાજગી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આ શબ્દોનો ઉપયોગ સમગ્ર મુસ્લિમ સમુદાય વિરુદ્ધ કરવામાં આવ્યો છે, હું સમજી શકતો નથી કે ભાજપ સાથે જોડાયેલા મુસ્લિમો આ કેવી રીતે સહન કરી શકે છે? આ દર્શાવે છે કે તેઓ મુસ્લિમો વિશે શું વિચારે છે.


બિધુડી જે બોલી રહ્યા છે તે જ ભાજપનો બદઈરાદો છેઃ જયરામ રમેશ


કોંગ્રેસના સાંસદ જયરામ રમેશે પણ રમેશ બિધુડીના નિવેદનની નિંદા કરી છે. જયરામે કહ્યું કે રક્ષા મંત્રી રાજનાથ સિંહે માફી માંગી છે, પરંતુ તે પૂરતું નથી. કોંગ્રેસ નેતાએ કહ્યું કે સંસદની અંદર કે બહાર આ ભાષાનો ઉપયોગ ન થવો જોઈએ. આ માત્ર દાનિશ અલીનું જ નહીં પરંતુ આપણા બધાનું અપમાન છે.



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે