Parimal Nathwani દ્વારા લખવામાં આવેલા પુસ્તક 'કૉલ ઑફ ધ ગીર'નું થયું વિમોચન.. પુસ્તકમાં છે સિંહોની સુંદર તસવીરો..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-03 15:51:18

વર્ષ 2017માં પરિમલ નથવાણી દ્વારા લખવામાં આવેલી ગીર લાયન પ્રાઈડ ઓફ ગુજરાત બુક પ્રકાશિત થઈ હતી.. આ પુસ્તકમાં સિંહોના અનેક ફોટા હતા.. ત્યારે તેમની વધુ એક પુસ્તકનું લોન્ચિંગ થયું છે. પરિમલ નથવાણીએ ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પોતાનું બીજું કોફી ટેબલ પુસ્તક 'કોલ ઓફ ધ ગીર' લખ્યું છે. આ પુસ્તકમાં સિંહોની અનેક સુંદર તસવીરોને સ્થાન આપવામાં આવ્યું છે.  

  


કોલ ઓફ ધ ગીર પુસ્તકનું કર્યું લોન્ચિંગ 

ગીરના જંગલમાં રહેતા સિંહો આકર્ષણનું કેન્દ્ર રહેતા હોય છે. સિંહોને જોવાની અનુભુતિ જ અલગ હોય છે.. અનેક સિંહ પ્રેમી હોય છે જે ઘરમાં સિંહનો ફોટો રાખતા હોય છે. સિંહની તસવીરો રાખવી ગમતી હોય છે. સિંહો વિશે જાણવું ગમતું હોય છે વગેરે વગેરે... સિંહોની પુસ્તક લાવવી ગમતી હોય છે. ત્યારે પરિમલ નથવાણીએ પોતાની બીજી બુક લખી છે જેનું લોન્ચિંગ રાખવામાં આવ્યું હતું. ગુજરાતના ગીરમાં રહેતા એશિયાટિક સિંહો પર પરિમલ નથવાણીએ બીજી કોફી ટેબલ પુસ્તક કોલ ઓફ ધ ગીર લખ્યું છે.. આ પુસ્તકમાં સિંહો વિશે વાત કરવામાં આવી છે ઉપરાંત સુંદર સુંદર તસવીરો સિંહની છે.. 


પીએમ મોદીને પુસ્તક આપી હતી ભેટ

કોલ ઓફ ધ ગીર પુસ્તકની કોપી પરિમલ નથવાણીએ પીએમ નરેન્દ્ર મોદીને આપી હતી. 31મી તારીખે આ બુકનું લોન્ચિંગ હતું.. આ કાર્યક્રમ દરમિયાન અનેક મુદ્દાઓ વિશે વાત કરી હતી. મીડિયા સાથે કરેલી વાતચીતમાં તેમણે કહ્યું હતું કે સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે. બરડો ડુંગરને સિંહોના રહેઠાણ માટે વિકસાવવું જોઈએ.. આ વિષયને લઈ તેમણે પીએમ સાથે તેમજ કેન્દ્રીય પર્યાયવરણ મંત્રી તેમજ ગુજરાતના પર્યાયવરણ મંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. 

સિંહો માટે વિસ્તાર નાનો પડી રહ્યો છે, બરડો ડુંગર પર નવું રહેઠાણ વિકસાવવું જોઈએ : પરિમલ નથવાણી


સિંહોની દુર્લભ તસવીરો મૂકવામાં આવી છે પુસ્તકમાં 

પરિમલ નથવાણીની આ પુસ્તકમાં લખાણ કરતા તસવીરો વધારે છે.. આ પુસ્તકમાં  સિંહોની દુર્લભ કહી શકાય એવી તસવીરો છે જેવી કે ઝાડ પર ચઢતા સિંહોની, એક બીજા સાથે મસ્તી કરતા, વ્હાલ કરતા સિંહોની, સિંહોના બચ્ચાઓની વગેરે વગેરે,, આ પુસ્તકમાં ના માત્ર સિંહોની પરંતુ ગીરની વનસ્પતિ અને જીવસૃષ્ટિની અલભ્યતા દેખાડવામાં આવ્યા છે. મહત્વનું છે કે આ પુસ્તક જોયા બાદ સિંહ માટેનો પ્રેમ જાગી જશે..     



આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.