રાજકોટથી સામે આવ્યો લવ જેહાદનો કિસ્સો! લવ જેહાદની ચર્ચા વચ્ચે યુવતીએ માતા પિતા પર લગાવ્યા ગંભીર આરોપ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-07-12 11:27:54

દેશમાં લવ જેહાદના કિસ્સાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં પણ લવ જેહાદના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. રાજકોટથી પણ લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો છે જેમાં યુવકે કોલેજમાં જતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવી અને તેની પર બળાત્કાર આચર્યો. આ મામલાની ફરિયાદ પોલીસને કરવામાં આવી છે. પરિવારનું કહેવું છે કે તેમની દીકરી 26 જુનથી ગુમ છે. આ મામલે પોલીસે તપાસ આરંભી. પરિવાર દ્વારા કોલેજનો સંપર્ક કર્યો છે પરંતુ થોડા દિવસ બાદ તે યુવતી ઘરે પાછી આવી ગઈ. સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો તે આ પ્રમાણે છે...      


કોચિંગ ક્લાસના કોચે યુવતીને પ્રેમજાળમાં ફસાવી  

રાજકોટથી એક એવો કિસ્સો સામે આવ્યો છે ભલ ભલા માણસને વિચારવા મજબૂર કરી દે મહેબૂબ બુખારી નામના આ ક્રિકેટ કોચે 4 વર્ષ પહેલા 17 વર્ષની યુવતીને પ્રેમજાળમાં ફસાવી અને હવે તે યુવતીને ભગાડી ગયો, તેવી ફરિયાદ પરિવાર દ્વારા કરવામાં આવી છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો યુવતી હાલ કોલેજમાં ભણે છે તેને નાનપણથી ક્રિકેટનો શોખ હતો તો તેના માતા પિતાએ તેને 17 વર્ષની ઉંમરે એક ક્રિકેટ કોચિંગ ક્લાસમાં મોકલી હતી. ત્યાં મહેબૂબ બુખારીએ તેને ક્રિકેટ શીખવાડવાના બદલે તેને પ્રેમ જાળમાં ફસાવી એટલું જ નહીં તે યુવતીના પિતાનું કહવું છે કે તેમની દીકરી 21 વર્ષની થઈ ગઈ છે અને તે નમાજ પડે છે હું જ્યારે મહેબૂબ પાસે વાત કરવા ગયો ત્યારે તેણે મને હાથ પગ ભાંગી નાખવાની અને મારી નાખવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, 'તારી છોકરી 17 વર્ષની હતી ત્યારથી તેના પર બળાત્કાર ગુજારું છું, તારાથી થાય તે કરી લે જે'. 


માતા-પિતાના આક્ષેપોને છોકરીએ ગણાવ્યા પાયા-વિહોણા

એટલું જ નહીં અત્યાર સુધીમાં તેમની પુત્રીને છ વખત મહેબૂબ ભગાડી ચૂક્યો છે. પાંચમી વખત પુત્રી ભાગ્યા બાદ પરત આવી ત્યારે તેનું વર્તન બદલાયેલું લાગ્યું. તે નમાજ પઢતી થઈ ગઈ 26 જૂનના રોજ પરિવારે તે ગુમ થઈ છે તેવી ફરિયાદ નોંધાવી પછી તે યુવતીને શોધીને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવી. આ સાંભળીને એક સમયે ગુસ્સો આવે અને સવાલ થાય કે કઈ રીતે માસૂમ છોકરીઓનું બ્રેઇન વોશ કરી તેમને પ્રેમ જાળમાં ફસાવામાં આવે છે. પણ પછી એક બીજી હકીકત બહાર આવી જે જેમાં છોકરી કહી રહી છે કે જે આક્ષેપો તેની પર માતા પિતા દ્વારા લગાવવામાં આવ્યા છે તે પાયા વિહોણા છે. તો બીજી તરફ માતા પિતાએ આક્ષેપ કર્યો કે અમારી દીકરી સાથે લવ જિહાદ થયો છે તે ઘરથી દાગીના અને પૈસા ચોરીને મહબૂબ સાથે ગઈ છે. દીકરીએ એક વિડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો કે હું મારા માતા પિતાના ત્રાસથી ઘર છોડીને ગઈ છું મારા લગ્ન પણ નથી થયા. 


પોલીસ લવ જેદાહના એન્ગલથી કરી રહી છે તપાસ!

પરિવાર કહે છે અમારી દીકરીને ફસાવામાં આવી છે જ્યારે દીકરી કહે છે મને પરિવાર ત્રાસ આપે છે જ્યારે પોલીસે આ મુદ્દે આગળ કાર્યવાહી હાથ ધરી છે તે યુવતીને અત્યારે મહિલા પોલીસ સાથે રાખવામાં આવી છે અને તે યુવક મહેબૂબ પોલીસની પકડમાં છે. યુવતીએ જે નિવેદન કોર્ટ સમક્ષ આપ્યું છે તે નિવેદન પરથી આગળ કાર્યવાહી થશે. આ કેસ ઘણા બધા સવાલો ઊભા કરે છે પણ જ્યાં સુધી પોલીસની કાર્યવાહીમાં શું નવા ખુલાસા થાય છે શું નવો વળાંક આવે છે તે જોવું રહ્યું.  




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.