રાજસ્થાનનો કિસ્સો: ઓનલાઈન ગેમિંગની લાગી એવી લત કે ઊંઘમાં બાળક બબડતો હતો, જાણો બાળકને સુધારવા માતા પિતાએ શું કર્યું?


  • Published By :
  • Published Date : 2023-07-12 16:09:06

મોબાઈલની લત અનેક બાળકોમાં જોવા મળી રહી છે. કોરોનાના સમયથી બાળકો મોબાઈલને આધીન થઈ ગયા હોય તેવું લાગે છે. અનેક બાળકો એવા છે જે મોબાઈલ વગર જમતા નથી. ન માત્ર બાળકો પરંતુ મોબાઈલની લત યુવાનોમાં પણ જોવા મળે છે. થોડા સમય પહેલા PUBG જેવી અનેક ઓનલાઈન ગેમો હતી જેણે બાળકો તેમજ યુવાનોના માનસિક આરોગ્ય પર ગંભીર અસર કરી છે. ત્યારે એક કિસ્સો રાજસ્થાનના અલવરથી કથિત રીતે સામે આવ્યો છે જેમાં 14 વર્ષના બાળકે મોબાઈલ ગેમિંગથી અસરગ્રસ્ત થઈ માનસિક સંતુલન બગડી ગયું છે. પરિવારનું કહેવું છે કે અનેક કલાકો સુધી તે ફ્રી ફાયર ગેમ તેમજ પબ્જી જેવી ગેમો રમતો હતો. ઓનલાઈન રમતોની એવી ખરાબ અસર થઈ ગઈ કે તે ગેમ ન રમે તે માટે તેના હાથ પગ બાંધવા પડતા હતા. સારવાર માટે તેને ડોક્ટર પાસે લઈ જવાયો અને મીડિયા રિપોર્ટ અનુસાર તેની સારવાર ચાલી રહી છે. તેની સ્થિતિમાં સુધારો જોવા મળી રહ્યો છે.

ઓનલાઈન ક્લાસીસને કારણે બાળકોમાં વધ્યો મોબાઈલનો ક્રેઝ

દરેક વ્યક્તિ પાસે આજે સ્માર્ટ ફોન છે. સ્માર્ટ ફોનમાં કોઈ ગેમ રમતા હોય છે, કોઈ સોશિયલ મીડિયાને વાપરતા હોય છે. કોઈને કોઈ રીતે મોબાઈલમાં લોકો ઘૂસેલા આપણને જોવા મળતા હોય છે. કોરોનાના સમય બાદ બાળકોમાં પણ મોબાઈલની લત વધતી જોવા મળી રહી છે. ઓનલાઈન ક્લાસીસ માટે આપવામાં આવેલો ફોન ક્યારે તેમની આદત બની જાય છે તે ખબર નથી પડતી. ઓનલાઈન ક્લાસીસ દરમિયાન ભણતા વિદ્યાર્થીઓ ક્યારે ઓનલાઈન ગેમ્સ રમતા થઈ જાય છે તેનો ખ્યાલ પણ આવતો નથી. ત્યારે આવો જ એક કિસ્સો રાજસ્થાનના અલવરથી સામે આવ્યો છે. જેમાં ઓનલાઈન ગેમની લત એટલી બધી વધી ગઈ કે તે રાત્રે પણ ફાયર ફાયર બોલતો હતો. મળતી માહિતી અનુસાર આ કિસ્સો અલવરના મુંગાસ્કા કોલોનીનો છે. માતા સાફ સફાઈનું કામ કરે છે, જ્યારે પિતા રિક્શા ચલાવી ઘરનો ખર્ચો પૂરો પાડે છે. સાત મહિના પહેલા જ સ્માર્ટ ફોન લાવવામાં આવ્યો હતો એ વિચારીને કે ભણવામાં બાળકને તકલીફ ન પડે. ઓનલાઈન ક્લાસ માટે મદદરૂપ થશે. 


બાળકમાં સુધારો આવે તે માટે પરિવારના સભ્યોએ કર્યા અનેક પ્રયત્નો

પિતા ફોન ઘરે જ મૂકીને કામ પર જતા હતા. પરંતુ બાળક ઓનલાઈન ક્લાસની બદલીમાં ઓનલાઈન ગેમ્સ રમવા લાગ્યો. ધીમે ધીમે મોબાઈલ ફોનની અને ઓનલાઈન ગેમની લત લાગી ગઈ. મળતી માહિતી અનુસાર 14થી 15 કલાક તે ફોન પર વિતાવવા લાગ્યો. જેને લઈ તેના મગજ પર ખરાબ અસર પડવા લાગી. બાળકના વર્તનમાં પરિવારજનોએ ફેરફાર કર્યો હતો. શરૂઆતમાં પરિવારજનોએ તેને લડીને સુધારવાનો પ્રયત્ન કર્યો પરંતુ તો પણ તેનામાં સુધારો આવ્યો ન હતો. પરિવારજનો દ્વારા ખખડાવવામાં આવતા બે વખત તેણે ઘર છોડવાનો પ્રયત્ન કર્યો પરંતુ તે સફળ ન થયો. છેવટે પરિવારના સભ્યોએ એને બાંધીને રાખવો પડ્યો હતો. એવું માનવામાં આવતું કે બાળક સુધરી જશે. પરંતુ કોઈ ફેર પડ્યો નહીં. 


બાળક મોબાઈલમાં શું કરે છે તેની પર રાખવી જોઈએ નજર  

ઘરવાળાઓએ જણાવ્યું કે મોડી રાત સુધી તે ચાદર નીચે ગેમ રમતો હતો. તેણે ખાવાનું પીવાનું પણ છોડી દીધું હતું. ઉંઘમાં પણ તે ફાયર ફાયર બબડતો રહેતો. તેના હાથ પણ ગેમ રમતા હોય તેવી રીતે રાત્રે ચાલતા રહેતા હતા. બાળકની બગડતી હાલતને ધ્યાનમાં રાખી અનેક ડોક્ટરોને બતાવ્યું પરંતુ કોઈ પણ ફરક ન પડ્યો હતો. જે બાદ સારવાર માટે તેને આવાસ ગૃહ મોકલવામાં આવ્યો જ્યાં તેની સારવાર ચાલી રહી છે. તેની હાલતમાં સુધારો આવી રહ્યો છે.




ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .