મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉપ-મુખ્યમંત્રીએ વિદ્યાર્થીઓ સાથે ફટાકડા ન ફોડવાની લીધી શપથ


  • Published By :
  • Published Date : 2022-10-23 11:53:42

દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે. આપણે ત્યાં અનેક લોકો દિવાળીની ઉજવણી ફટાકડા ફોડીને કરતા હોય છે. પરંતુ આ ફટાકડાને કારણે પર્યાવરણને ઘણું નુકસાન થાય છે. ફટાકડાને  કારણે પર્યાવરણ પ્રદૂષિત થાય છે, તેનો ખ્યાલ આપણને નથી આવતો. દિવાળીના સમયે ફોડાતા ફટાકડાને કારણે લોકોને શ્વાસ લેવામાં પણ મુશ્કેલી પડે છે. વધતા વાયુ પ્રદૂષણને કારણે દિલ્હી સરકારે ફટાકડા પર પ્રતિબંધ લગાવી દીધો છે. ત્યારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ઉપ-મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકોની સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી.

Image

ફટાકડા ન ફોડવાની લીધી શપથ 

દિવસેને દિવસે વાયુ પ્રદૂષણ વધી રહ્યું છે. હવા ઝેરી બની રહી છે. જેને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી છે. ત્યારે દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે Air quality indexમાં પણ વધારો થાય છે. દિવાળીના તહેવારમાં ફોડાતા ફટાકડાને કારણે વાયુ પ્રદૂષણ એકદમ વધી જતું હોય છે. જેને કારણે દિલ્હી સરકારે ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવી લીધો છે ત્યારે મહારાષ્ટ્ર સરકારે પણ વાયુ પ્રદૂષણ ન વધે તે માટે પ્રયાસ કર્યો છે. 

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ સિંદે અને ઉપ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસે બાળકો સાથે ફટાકડા ન ફોડવાની શપથ લીધી હતી. મહારાષ્ટ્ર સરકારનો આ પ્રયાસ બીરદાવા લાયક છે. પર્યાવરણને બચાવવાની જવાબદારી આપણી પણ છે. ત્યારે આવા નાના પ્રયાસોથી પર્યાવરણની જાળવણીમાં ફરક પડી શકે છે. આપણને પણ આપણી જવાબદારી સમજીને પર્યાવરણ બચાવવામાં યોગદાન આપીએ.     




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .