બેગના ભાર નીચે દબાઈ જાય છે બાળ! Gujarat વિધાનસભામાં સરકારે જવાબ આપ્યો કે શાળાના વિદ્યાર્થીઓના બેગનું કેટલું હોવું જોઈએ વજન?


  • Published By :
  • Published Date : 2024-02-26 16:34:21

ભણતર ભાર વિનાનું હોવું જોઈએ તેવી વાતો આપણે કરીએ છીએ. આપણા વડીલો જ્યારે શાળામાં ભણતા હશે ત્યારે બેગનું વજન ઓછું હતું પરંતુ હવે તો શાળામાં ભણતા વિદ્યાર્થીઓના બેગનું વજન બાળકના વજન કરતા વધારે હોય છે. ત્યારે વિધાનસભાના સત્રમાં કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પ્રશ્ન પૂછવામાં આવ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન કેટલું હોવું જોઈએ? તો જવાબમાં સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ.


બાળકોના બેગનું કેટલું હોવું જોઈએ વજન? 

ગુજરાત વિધાનસભામાં હાલ બજેટ સત્ર ચાલી રહ્યું છે. આ સત્ર દરમિયાન અનેક એવા આંકડા સામે આવ્યા છે જે ચોંકાવનારા હોય. વિદ્યાર્થીઓને લઈ વિધાનસભામાં અનેક પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. કોઈ વખત શિક્ષકની ઘટને લઈ મુદ્દો ઉઠે છે તો કોઈ વખત એક ઓરડામાં ચાલતી સરકારી શાળા અંગે પ્રશ્ન પૂછવામાં આવે છે. ત્યારે આજે વિધાનસભામાં બાળકોના બેગનું વજન કેટલું હોવું જોઈએ તે અંગેનો સવાલ પૂછવામાં આવ્યો હતો. સરકારે જવાબ આપ્યો કે વિદ્યાર્થીઓના બેગનું વજન પોતાના વજનથી ૧૦ ટકાથી વધુ ન હોવું જોઈએ. ઉપરાંત એવું પણ જણાવ્યું હતું કે શિક્ષણ વિભાગે બેગના વજન બાબતે ૨૦૧૮માં ઠરાવ કર્યો હતો. 


સરકારે હોમવર્કને લઈ જવાબ આપ્યો કે... 

હોમવર્કને લઈને પણ સરકાર દ્વારા જવાબ આપવામાં આવ્યો છે. તે મુજબ ધોરણ ૧ અને ૨ માં કોઈ હોમવર્ક ન આપવું ઉપરાંત ધોરણ ૩ થી ૫ માં અડધો કલાક તો ધોરણ ૬-૭ માં એક કલાકનું ગૃહકાર્ય આપવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે વિધાનસભામાં અનેક વખત શિક્ષણને લઈ કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે. શિક્ષકોની ઘટ અંગેનો પ્રશ્ન પૂછવામાં આવ્યો છે.     

    



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે