ઉપરી અધિકારીઓના ત્રાસથી આ મામલતદાર કચેરીના ક્લાર્કે કરી આત્મહત્યા! મરતા પહેલા મુખ્યમંત્રી કાર્યાલયમાં કરી હતી અરજી


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-03-18 18:41:01

આપઘાત કરનારાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. અનેક કારણોસર લોકો આપઘાત કરી જીવન ટૂંકાવવાનો નિર્ણય લેતા હોય છે. આર્થિક કારણોસર, પ્રેમ પ્રકરણ, માતા-પિતાના ઠપકાને કારણે આત્મહત્યા લોકો કરી રહ્યા છે. ત્યારે બાલાસિનોરથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઉપરી અને સાથી કર્મચારીઓના ત્રાસથી ક્લાર્કની ફરજ બજાવતા અલ્પેશ માળીએ આત્મહત્યા કરી લીધી હતી. 29 જાન્યુઆરીના રોજ તેમનો મૃતદેહ મળી આવ્યો હતો પરંતુ ઉપરી અધિકારીના ત્રાસને લઈ અલ્પેશ માળીએ પોતાને પડતી મુશ્કેલીને લઈ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો જે વાયરલ થઈ રહ્યો છે.


જાતિને લઈ ઉપરી અધિકારી કરતા હતા હેરાન

આપણે જ્યાં કામ કરતા હોઈએ ત્યાં આપણને માનથી બોલાવામાં આવે તેવી દરેકને ઈચ્છા હોય છે. પરંતુ આપણી સમક્ષ એવી ઘટનાઓ પણ સામે આવતી હોય છે જેમાં ઓફિસમાં કામ કરતા કર્મચારીઓને જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. જાતિને લઈ કમેન્ટ કરવામાં આવતી હોય છે અથવા તો જાતિને લઈ હેરાન કરવામાં આવતા હોય છે. ત્યારે અનુસૂચિત જાતિના હોવાને કારણે કડાણા મામલતદાર કચેરીમાં ક્લાર્ક તરીકેની ફરજ બજાવતા કર્મીને હેરાન કરાતા હતા.   


કામ વગર અનેક વખત આપવામાં આવી હતી નોટીસ  

આપઘાત કરનારે મુખ્યમંત્રી કાર્યાલયને પણ આ અંગે જાણ કરી હતી. અરજીમાં લખવામાં આવ્યું હતું કે કડાણા મામલતદાર કચેરી ખાતે અમારા ઉપરી અધિકારી નાયબ મામલદાર દ્વારા તેમને કારણો વગર નોટીસ આપી હેરાન કરવામાં આવી રહ્યા છે. તેમજ જાતિના આધારે તેમને સંબોધિત કરવામાં આવતા હતા. ઉપરાંત સંતરામપુરના પ્રાંત અધિકારી પણ તેમને કારણ વગર હેરાન કરે છે અને કામ વગરની નોટીસ આપવામાં આવે છે. કચેરી ખાતે બોલાવી તેમની પાસે અંગત કામો કરાવતા હતા અને જો કામ નહીં કરવામાં આવે તો કરિયર ખતમ કરવાની ધમકી પણ આપતા હતા. તે સિવાય બીજા અનેક કર્મચારીઓને પણ હેરાન કરવામાં આવે છે. ગ્રાન્ટ હોવા છતાંય અનેક મહિનાઓ સુધી પગાર આપવામાં આવતો નથી. કચેરીમાં ઉઘતાઈ ભર્યું વર્તન પણ કરવામાં આવે છે. ત્યારે આવા કર્મચારી વિરુદ્ધ પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી. 


જનસંપર્ક કાર્યાલયમાં આ અંગે કરી હતી રજૂઆત 

મુખ્યમંત્રીના જનસંપર્ક કાર્યાલયમાં આ અરજી કરવામાં આવી હતી. તેના થોડા દિવસો બાદ જ તેમણે આત્મહત્યા જેવું પગલું ભરી લીધું હતું. અરજીમાં લખવામાં આવ્યું હતું કે જો હું કંઈ પણ પગલું ભરું તો તેની સંપૂર્ણ જવાબદારી ઉપરોક્ત અધિકારીની રહેશે. અલ્પેશ માળીએ આત્મહત્યા કરી તેના ઘણા સમય બાદ આ અરજી સામે આવી હતી. પરંતુ આટલો સમય વિતી ગયો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેને કારણે અનેક તર્ક વિતર્ક ઉભા થઈ રહ્યા છે.         
ગુજરાતમાં કોરોના કેસમાં પણ વધારો થઈ રહ્યો છે. શનિવારે કોરોનાના 372 નવા કેસ નોંધાયા છે. ફરી એક વખત અમદાવાદમાં સૌથી વધુ કોરોના કેસ નોંધાયા છે. અમદાવાદમાં કોરોનાના 128 કેસ નોંધાયા છે. વડોદરા જિલ્લામાંથી 34, સુરત જિલ્લામાં 35 તેમજ રાજકોટથી 19 કેસ નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાંથી 14 કેસ નોંધાયા છે. અમરેલી જિલ્લાથી 8 કેસ સામે આવ્યા છે.

દીકરીને ન્યાય મળે તે માટે સમાજ દ્વારા અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પણ આ મામલે તપાસ ઝડપથી કરવામાં આવી હતી. શનિવારે પોલીસને મોટી સફળતા મળી છે જેમાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે મહારાષ્ટ્રથી આરોપીને દબોચી લીધો છે.

ગેરકાયદેસર રીતે કોઈપણ દેશમાં લોકો ઘૂસવાની કોશિષ કરતા હોય છે અને જીવન ગુમાવતા હોય છે. ત્યારે કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશવાનો પ્રયાસ કરતી વખતે બે પરિવારના આઠ સભ્યો મોતને ભેટ્યાં છે. મરનાર લોકોમાં એક પરિવાર ભારતનો હતો.

જયસુખ પટેલ જામીન માટે સતત અરજી કરી રહ્યા છે. આજે પણ જયસુખ પટેલે જામીન માટે અરજી કરી હતી પરંતુ તેમની અરજીને ફગાવી દેવામાં આવી છે. રેગ્યુલર જામીન માટે મોરબી સેશન્સ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી પરંતુ કોર્ટે અરજીને નામંજૂર કરી છે.