કોંગ્રેસમાંથી લડવા ઈચ્છુક ઉમેદવારોની સાથે કમિટી કરશે ચર્ચા


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 11:34:25

ગુજરાત વિધાનસભા નજીક આવતા કોંગ્રેસ ફરી સક્રીય થયું છે. ત્યારે કોંગ્રેસમાં હલચલ તેજ બની છે. કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારોના બાયોડેટા મંગાવ્યા છે. ઈચ્છુક ઉમેદવારોના ઈન્ટરવ્યૂ કમિટી દ્વારા લેવામાં આવશે. તેમજ તેમનું વિઝન પણ જાણવામાં આવશે.

કમિટી દ્વારા ઉમેદવારોના લેવાશે ઈન્ટરવ્યુ

કોંગ્રેસમાં પ્રથમ વખત ટિકિટ આપત પહેલા ઉમેદવારો સાથે વાતચીત કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આ વાતચીત એક પ્રકારના ઈન્ટરવ્યું જેવું જ હશે. કોંગ્રેસમાંથી ચૂંટણી લડવા ઈચ્છુક ઉમેદવારો આજથી કોંગ્રેસમાં પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે. યોગ્ય ઉમેદવારની પસંદગી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટીની રચના કરાઈ છે. ત્રણ જિલ્લા વચ્ચે બનાવેલી આ કમિટીમાં પ્રદેશ પ્રમુખ, પ્રમુખ સહિતના વિવિધ આગેવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ઉમેદવારો સાથે વાતચીત થયા બાદ કોંગ્રસ પક્ષ દ્વારા ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવશે.

Congress unit in Gujarat backs Rahul Gandhi for post of party president -  India News

પસંદગી કરાયેલા નામોની યાદી હાઈ કમાન્ડને મોકલાશે 

ગુજરાતમાં ચૂંટણી નજીક આવી રહી છે જેને લઈ અનેક દાવેદારો ટિકીટની માગીણી કરી રહ્યા છે. કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ nsuiના અનેક નેતાઓએ ટિકિટના માગ કરી છે. ઉપરાંત અનેક નેતાઓ પણ ટિકીટ માટે પડાપડી કરી રહ્યા છે. ત્યારે યોગ્ય ઉમેદવારને ટિકિટ આપવામાં આવે તે માટે આ વખતે ઈન્ટરવ્યુથી પસંદગી કરવામાં આવશે. કમિટી દ્વારા પસંદ થયેલા નામો હાઈ કમાન્ડને મોકલવામાં આવશે.

Congress Working Committee Meeting: PM Narendra Modi Dividing People,  Playing With Their Emotions, Says Congress

હાઈ કમાન્ડ ઉમેદવારોના નામ કરશે ફાઈનલ 

પસંદ કરાયેલા ઉમેદવારો અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે. ઉપરાંત પોતાના મતવિસ્તારમાં તેમનો કેટલો પ્રભાવ છે તે જોવામાં આવશે. પોતાના પક્ષને ઉમેદવારો જીત અપાવી શકશે કે નહીં તે પણ કમિટી દ્વારા જોવામાં આવશે. હાઈ કમાન્ડ મોકલાયેલા નામોમાંથી પસંદગી કરી ઉમેદવારોનું લિસ્ટ મોકલાશે. જે બાદ કોંગ્રેસ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોનું નામ જાહેર કરશે.    



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.