Ahmedabadની સ્થિતિ પણ અંતરિયાળ વિસ્તાર જેવી! તહેવારો પર ગામડે જવા શ્રમિકો કરતા જોખમી મુસાફરી, જુઓ વીડિયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-31 09:28:34

જ્યારે કોઈ તહેવાર હોય ત્યારે ગામડાથી એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેમાં ઘેંટા બકરાની જેમ લોકોને ગાડીમાં બેસાડવામાં આવે છે. વધારે વાહનોની સુવિધા ન હોવાને કારણે અનેક વખત લોકો મોતની મુસાફરી કરવા માટે મજબૂર બનતા હોય છે. રોજગાર મેળવવા ગામડાથી લોકો શહેરમાં આવતા હોય છે, મજૂરી કરી પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે. તહેવારો દરમિયાન શ્રમિકો પોતાના ગામડે જતા હોય છે. ત્યારે એક વીડિયો અમદાવાદના કાલુપુરથી સામે આવ્યા છે જેમાં એક જ ગાડીમાં અસંખ્ય લોકો મુસાફરી કરી રહ્યા છે. કોઈ ગાડીની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યું છે તો કોઈ ગાડીના છાપરા પર બેસી જીવને જોખમમાં મૂકી મુસાફરી કરી રહ્યું છે.

અમદાવાદમાં મજૂરો જોખમી મુસાફરી કરવા મજબૂર બન્યા  

અનેક વખત અમે અંતરિયાળ વિસ્તારની સ્થિતિ અંગે વાતો કરતા હોઈએ છે. કેવી રીતે ત્યાંના લોકો પીડામાં પોતાનું જીવન વિતાવતા હોય છે. સંઘર્ષો ભરેલું તેમનું જીવન હોય છે. વિકાસના નામે ગામડામાં રહેતા લોકોને સારો રસ્તો નથી મળતો, હોસ્પિટલો નથી મળતા, વીજળી નથી મળતી. પરંતુ અમદાવાદને તો વિકસીત શહેર માનવામાં આવે છે. અમદાવાદમાં અનેક સુખ સુવિધાઓ છે. પરંતુ અમદાવાદના જે દ્રશ્યો સામે આવ્યા છે તે આપણને વિચારવા મજબૂર કરી દેશે કે શું સાચે આને વિકાસ કહેવાય, એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક ગાડીમાં અનેક લોકો મુસાફરી કરી રહ્યા છે. એક જાગૃત નાગરીક દ્વારા આ વીડિયો ઉતારવામાં આવ્યો છે અને ડ્રાઈવરને આ અંગે પ્રશ્ન કરી રહ્યા છે.   

શું પોલીસને આટલી મોટી ગાડી નહીં દેખાઈ હોય?  

પ્રશ્ન પોલીસની કામગીરી પર પણ ઉભા થાય છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિ હેલ્મેટ વગર દેખાય છે અથવા તો વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરતા લોકો દેખાય છે ત્યારે શું પોલીસને આ મોટી ગાડી નહીં દેખાઈ હોય? ગાડી પર લટકતા, બેઠેલા લોકો નહીં દેખાયા હોય? કાલુપુરની આજુબાજુના આ દ્રશ્યો છે તેવું સામે આવ્યું છે. કાલુપુર એવી જગ્યા છે જ્યાં પોલીસનો કાફલો મોટા પાયે તૈનાત હોય છે. અનેક વખત કાલુપુરની આજુબાજુ ચેકિંગ કરવામાં આવતું હોય છે અને દંડ ફટકારવામાં આવતો હોય છે. ત્યારે શું આટલી મોટી ગાડી અને તેની પર જોખમી સવારી કરી રહેલા લોકો પોલીસને નહીં દેખાતા હોય? જો જાગૃત નાગરિકને દેખાય છે તો શું કામ પોલીસને નથી દેખાતી? જે કામ પોલીસવાળાને કરવાનું હોય તે કામ નાગરિકો કરી રહ્યા છે. 


તહેવારોની સિઝનમાં અમદાવાદમાં પણ જોવા મળે છે આવા દ્રશ્યો!   

રક્ષાબંધનના તહેવારમાં રક્ષા માટે રક્ષાસૂત્ર બાંધવામાં આવે છે. ત્યારે રક્ષાબંધનનો તહેવાર ઉજવવા જે લોકો જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમને સુરક્ષાની જરૂર નથી? ગામડાઓની પરિસ્થિતિ તો નથી બદલાઈ પરંતુ અમદાવાદની પરિસ્થિતિ જરૂર બદલાઈ છે. આવા કિસ્સાઓ અવાર નવાર બનતા હશે પરંતુ ધ્યાનમાં કદાચ નહીં આવતા હોય. હોળી વખતે તો આવા દ્રશ્યો સામે આવતા હોય છે, તહેવારની ઉજવણી કરવા મજૂરો પોતાના ગામડે જાય છે. 


જે વાહન મળે તેમાં મુસાફરી કરવા મજૂરો મજબૂર બનતા હોય છે 

બસની યોગ્ય વ્યવસ્થા ન હોવાને કારણે જે વાહન મળે તેમાં બેસી તે પોતાના ગામડે જવા માગે છે. એવી રીતે તે ગામડે જાય છે જાણે તેમના જીવનની કોઈ કિંમત નથી. માણસના જીવની કિંમત એ કયા વિસ્તારમાંથી આવે છે, તેની પાસે કેટલા પૈસા છે તેની ઉપરથી નથી થતી. પરંતુ જ્યારે દરેક વ્યક્તિને ગરિમા પૂર્ણ જીવન જીવવાનો અધિકાર મળે છે ત્યારે તેને આપણે માનવ અધિકાર કહીએ છીએ. 



આ લોકોના જીવન પણ એટલા જ કિંમતી છે...  

ગાડીના ડ્રાઈવરને તો રોકીને પૂછી લઈશું કે શા માટે આટલા લોકોને બેસાડી મુસાફરી કરાવી રહ્યો છે પરંતુ એ પોલીસવાળાને ક્યારે પૂછીશું જેમની નજરોની સામેથી આટલા માણસો ભરેલી ગાડીઓ પસાર થઈ રહી છે. આ પ્રશ્ન બહુ ગંભીર છે કારણ કે જે લોકો આવી જોખમી મુસાફરી કરી રહ્યા છે તેમના જીવનની એટલી જ કિંમત છે જેટલી કિંમત કોઈ મોટા માણસની હોય છે. જીવનનું મૂલ્ય દરેક માણસ માટે સરખું હોય છે, પોતાનું જીવન દરેક માનવીને વ્હાલું હોય છે. જો આવી રીતે મુસાફરી કરી રહેલા લોકોનો અકસ્માત થાય તો જવાબદાર કોણ?   




ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે