દેશની વ્યાપાર ખાધ વધીને અધધધ 31.5 અબજ ડોલરની ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી


  • Published By : Utpal Dave
  • Published Date : 2023-11-16 15:25:31

દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભારતને 5 ટ્રિલિયનની ઈકોનોમી બનાવવાની વાતો કરી રહ્યા છે, ત્યારે ખરેખર દેશની આર્થિક સ્થિતી કાંઈ અલગ જ છે. ઓક્ટોબર મહિનામાં દેશનની નિકાસની તુલનામાં આયાત વધી રહી હોવાનું સરકારી આંકડામાં સામે આવ્યું છે. હાલ દેશની વ્યાપાર ખાધ ઐતિહાસિક ઉંચાઈ પર પહોંચી ગઈ છે. ઓક્ટોબરમાં દેશની નિકાસ માસિક આધાર પર 2.6 ટકા ઘટ્યો છે, પરંતું આયાત 20.8 ટકા વધી છે. આ જ કારણે દેશની વ્યાપાર ખાધ વધીને 31.5 બિલિયન ડોલરથી ગઈ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં વ્યાપાર ખાધ આ વ્યાપાર ખાધ 26.31 અબજ પર હતી.


દેશની વ્યાપાર ખાધ ટોચ પર

 

ઓક્ટોબરમાં આયાત 6.2 ટકાના વાર્ષિક વધારા સાથે $33.57 અબજ રહી

ઓક્ટોબરમાં નિકાસ 12.3% વાર્ષિક વધારા સાથે $65 અબજ રહી

માસિક આધાર પર આયાત 2.6% ઘટી, જ્યારે નિકાસ 20.8% ઘટી


સર્વિસ સેક્ટરમાં પણ  1.61% નો ઘટાડો


દેશમાં એપ્રિલથી ઓક્ટોબર 2023 માટે આયાત વાર્ષિક આધાર પર 7 ટકાનો ઘટાડો આવ્યો છે, જ્યારે નિકાસમાંમાં વાર્ષિક આધાર પર 8.95%નો ઘટાડો આવ્યો છે. એપ્રિલ-સપ્ટેમ્બર વચ્ચે ગુડ્સ અને સર્વિસ સેકટરનની આયાતમાં  1.61%નો અને નિકાસમાં 7.4%નો ઘટાડો આવ્યો છે. 



પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની પુત્રી સીરત કૌરે તેના પિતા પર સનસનાટીભર્યા આરોપ લગાવ્યા છે. તેણે કહ્યું છે કે મારા પિતા દારૂ પીને ગુરુદ્વારા જાય છે.

સાબરકાંઠાના હિંમતનગર નજીકના વક્તાપુરમાં હત્યાની આ હિચકારી ઘટના બની છે, અહીં બે દીકરાઓએ પોતાના જ પિતાની ધારદાર હથિયાર મારીને હત્યા કરી દીધી છે. હાલમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર , શાહરૂખ ખાન અને અજય દેવગનની મુશ્કેલી વધી છે, એક ગુટખા કંપનીને પ્રમોટ કરવા બદલ કેન્દ્ર સરકારે આ ત્રણેય અભિનેતાને નોટિસ ફટકારી છે.

સંતરામપુર પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા ડુંગરપુરથી દાહોદ જતી એસ ટી બસમાંથી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે રૂ.83,280ના મુદ્દામાલ સાથે 8 લોકોની ધરપકડ કરી છે.