આ તારીખે જાહેર થઈ શકે છે Loksabha Electionની તારીખ, ચૂંટણીને લઈ શરૂ કરાઈ આ તૈયારી..


  • Published By :
  • Published Date : 2024-02-23 16:52:02

2024માં લોકસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગમે ત્યારે ચૂંટણીની તારીખ જાહેર થઈ શકે છે અને દરેકની તે જાહેરાત પર ચર્ચા છે. ત્યારે ચૂંટણી પંચના સૂત્રોના માધ્યમથી સમાચાર સામે આવ્યા છે ચૂંટણીની તારીખો 13 માર્ચે જાહેર કરવામાં આવી શકે છે. 7થી 8 તબક્કામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે તેવી સંભાવના છે.  છેલ્લા અનેક મહિનાઓથી ચૂંટણી તૈયારીઓનું મૂલ્યાંકન કરવા પંચ રાજ્યોના મુખ્ય ચૂંટણી અધિકારીઓ એટલે કે CEO સાથે નિયમિત બેઠકો કરી રહ્યું છે. 



ચૂંટણી પંચ લાગી ચૂંટણીને લઈ તૈયારીઓમાં!

એવી માહિતી સામે આવી છે કે ચૂંટણી આયોગ તમિલનાડુ રાજ્યની મુલાકાતે છે. તે પહેલા ઉત્તરપ્રદેશની મુલાકાત ચૂંટણી પંચ લેવાની છે.  જમ્મુ કાશ્મીરના સંવેદનશીલ વિસ્તારની પણ મુલાકાત લઈ શકે છે. આ મુલાકાત બાદ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે તેવી માહિતી સૂત્રોના આધાર પરથી મળી રહી છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર જે રાજ્યોમાં હમણાં જ વિધાનસભા ચૂંટણી પૂર્ણ થઈ તે રાજ્યોની મુલાકાત ચૂંટણી આયોગ નહીં લે. મિજોરમ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, છત્તીસગઢમાં હાલમાં જ ચૂંટણી યોજાઈ હતી. 


સંવેદનશીલ વિસ્તારમાં અપાશે વધારે ધ્યાન!

એવા અનેક રાજ્યો છે જ્યાં પરિસ્થિતિ તણાવપૂર્ણ છે. સંવેદનશીલ રાજ્યોમાં વધારે સુરક્ષા બળો તૈનાત કરવામાં આવશે તેવી માહિતી આપવામાં આવી છે. એવી રીતે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે જેથી ચૂંટણી પ્રક્રિયામાં કોઈ વિઘ્ન ના આવે. ચૂંટણી વખતે સોશિયલ મીડિયા પર પણ નજર રાખવામાં આવશે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે