ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની આજે થશે જાહેરાત


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-14 11:35:26

આ વર્ષના અંત સુધીમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવી વાતોએ જોર પકડ્યું હતું ત્યારે આજે ઈલેક્શન કમિશન પ્રેસ કોન્ફરન્સ યોજવા જઈ રહ્યું છે. જેમાં ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં કઈ તારીખોએ ચૂંટણી યોજાવાની છે તેવી જાહેરાત કરશે.

    

ગુજરાત ચૂંટણીની તારીખ જાહેર થવાની શક્યતા     

વિધાનસભા ચૂંટણીને લઈ અનેક વખત ઈલેક્શન કમિશનના સભ્યો ગુજરાત આવ્યા હતા. અનેક દિવસો સુધી તેઓ ગુજરાતના મહેમાન બન્યા હતા. અને ગુજરાતના માહોલને જાણ્યો હતો. જે બાદ આજે તેઓ પ્રેસ કોન્ફરન્સ કરી ચૂંટણીની તારીખો જાહેર કરી શકે છે. ત્યારે રાજકીય  પંડીતોના મત અનુસાર આજે માત્ર હિમાચલ પ્રદેશ માટે ચૂંટણીની તારીખો જાહેર થશે કારણે ગુજરાતમાં 19 ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવવાના છે. ગુજરાતમાં ડિફેન્સ એસ્પો યોજાવાનો છે જેમાં પીએમ મોદી ભાગ લેવાના છે. ત્યારે આવા સંજોગોમાં ગુજરાતની ચૂંટણીની તારીખ જાહેર થાય તેવી સંભાવના ઓછી છે.   

Bypolls to three Lok Sabha, 30 assembly constituencies tomorrow: Voting  time, key candidates, result date, all you need to know | The Financial  Express


2017માં આ તારીખોએ યોજાઈ હતી ચૂંટણી 

2017માં જ્યારે ચૂંટણી યોજાઈ હતી ત્યારે  25 ઓક્ટોબર 2017ના રોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ હતી. 2 તબક્કામાં આ ચૂંટણી યોજાઈ હતી. પ્રથમ તબક્કામાં  89 વિધાનસભા બેઠકો માટે 19 જિલ્લામાં 9 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાઈ હતી અને બીજા તબક્કામાં  93 વિધાનસભા બેઠકો માટે 14 જિલ્લામાં 14 ડિસેમ્બરના રોજ મતદાન થયું હતું 10 ઓક્ટોબરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો 2017માં જાહેર થઈ હતી. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે