Parliamentમાં વિશેષ સત્રના ત્રીજા દિવસનો થયો પ્રારંભ, મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ શરૂ, સાંભળો શું થઈ ચર્ચા?


  • Published By :
  • Published Date : 2023-09-20 15:02:02

સંસદમાં યોજાયેલા વિશેષ સત્રનો આજે ત્રીજો દિવસ છે. લોકસભામાં મહિલા આરક્ષણ બિલને લઈ ચર્ચા થઈ રહી છે. સંસદની કાર્યવાહી શરૂ થયા બાદ સોનિયા ગાંધી સંસદમાં બોલ્યા હતા. કોંગ્રેસ વતી સોનિયા ગાંધીએ પોતાના વિચાર વ્યક્ત કર્યા હતા. સંસદમાં સોનિયા ગાંધીએ કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા.પરંતુ તે પાસ થઈ શક્યું ન હતું.

ગઈકાલે બિલ રજૂ કરાયું હતું આજે થઈ રહી છે ચર્ચા

18 સપ્ટેમ્બરથી સંસદમાં વિશેષ સત્રનો પ્રારંભ થઈ ગયો છે. સત્રની શરૂઆત જૂના સંસદ ભવનમાં થઈ હતી ત્યારે ગઈકાલે સાંસદો નવા સંસદ ભવનમાં શિફ્ટ થયા. નવા સંસદમાં શિફ્ટ થતાં પહેલા જૂના સંસદ ભવન બહાર સાંસદોએ ફોટો સેશન કર્યું હતું. આ સત્રમાં અનેક વિશેષ મુદ્દાઓ પર ચર્ચા થવાની છે. સૌથી પહેલા સદનમાં મહિલા આરક્ષણ બિલ પર ચર્ચા કરવામાં આવી રહી છે. આ બિલનું નામકરણ કરવામાં આવ્યું છે. આ બિલ નારી શક્તિ વંદન વિધેયક તરીકે ઓળખાશે. ગઈકાલે આ બિલ વિપક્ષી સાંસદોના હંગામા વચ્ચે કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલે સંસદમાં બિલ રજૂ કર્યું હતું. ગઈકાલે પણ આ અંગે ચર્ચા થઈ હતી ત્યારે આજે આ ચર્ચાનો બીજો દિવસ છે. 


સોનિયા ગાંધીએ કહ્યું.... 

બીજા દિવસ ચર્ચાની શરૂઆતમાં કોંગ્રેસ વતી સોનિયા ગાંધી બોલ્યા હતા. સોનિયા ગાંધીએ મહિલા આરક્ષણ બિલ પર વિચાર રજૂ કર્યા હતા. તેમણે કહ્યું કે મારા પતિ રાજીવ ગાંધી મહિલા આરક્ષણ માટે બિલ લાવ્યા હતા. તે સમયે લાગુ થયું ન હોતું. ભારતીય મહિલાઓ પાસે દરિયા જેટલી ધીરજ, સ્ત્રીઓએ હંમેશા ત્યાગ જ આપ્યો છે. આ બિલને લાગુ કરવામાં મોડું થવું જોઈએ નહી. હું મહિલા અનામત બિલના સમર્થનમાં છું. આ પહેલા જાતિ ગણતરી કરાવીને ઓબીસી મહિલાઓને અનામત આપવી જોઈએ.


ભાજપ પર કર્યા આકરા પ્રહાર 

સોનિયા ગાંધી ઉપરાંત ટીએમસીના સાંસદ કાકોલી ઘોષ પણ બિલના સમર્થનમાં આવ્યા છે. કાકોલી ઘોષે કહ્યું કે અમે આ બિલને સમર્થન આપીએ છીએ. પશ્ચિમ બંગાળ દેશનું એકમાત્ર રાજ્ય છે જ્યાં એક મહિલા મુખ્યમંત્રી છે. જ્યારે 16 રાજ્યોમાં ભાજપની સરકાર છે, છતાં એક પણ મહિલા મુખ્યમંત્રી નથી. ટીએમસી પાસે લોકસભામાં 40 મહિલા સાંસદ છે. મમતા બેનર્જી રાજ્યમાં મહિલાઓને આરોગ્ય , શિક્ષણ અને વહીવટી સેવાઓ વિશે સતત જાગૃત કરી રહ્યા છે. તે ઉપરાંત ડીએમકે સાંસદ કનિમોઝીએ કહ્યું કે મહિલા આરક્ષણ બિલ વિશે બોલતા મને આનંદ થાય છે. અમને લાગતું હતું કે અમે બધા એકબીજાને ટેકો આપીને અને સાથે ઉભા રહીને આ બિલ પસાર કરીશું. પરંતુ કમનસીબે, ભાજપે આને પણ રાજકીય તક તરીકે લીધી છે. મહિલા અનામત બિલ ભાજપનું ચૂંટણી વચન છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે