ઇટાલી અને ઈલોન મસ્કની સ્પેસએક્સ કંપની વચ્ચે થયો ખટરાગ!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-26 12:11:59

ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ કે જે સ્ટારલિંકનું સેટેલાઇટ બેઝ ઈન્ટરનેટ પ્રોવાઈડ કરે છે . તેને જાણે ગ્રહણ લાગ્યું હોય તેવું લાગી રહ્યું છે . કેમ કે ,  ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ અને ઇટાલીની સરકાર વચ્ચે સેટેલાઇટ ઈન્ટરનેટ આપવાને લઇને જે વાર્તાલાપ ચાલુ હતો તે રોકાઈ ગયો છે . જોકે હાલમાં ઉદ્યોગપતિ ઇલોન મસ્ક ખુબ જ ભારે સમયનો સામનો કરી રહ્યા હોય તેવું પણ લાગી રહ્યું છે . ઇલોન મસ્ક કે જેઓ યુએસમાં ખુબ મોટા ઉદ્યોગપતિ છે . તેમની માટે મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી .  સમાચાર સામે આવી રહ્યા છે કે , ઇટાલીની સરકાર અને ઈલોન મસ્કની કંપની સ્પેસએક્સ વચ્ચે સ્ટારલિંકના સેટેલાઇટ ઈન્ટરનેટને  લઇને જે વાર્તાલાપ ચાલી રહ્યો છે તે અટકી ગયો છે .  આ માહિતી ઈટાલીના સંરક્ષણ મંત્રી ગ્વિડો ક્રોસેટ્ટોએ આપી હતી . જોકે આ પાછળનું કારણ જીયોપોલિટિકલ એટલેકે , ભૌગોલિક રાજકીય છે. કેમ કે , ઇલોન મસ્કનો  યુક્રેનને લઇને જે તેમનો મત છે સાથે જ તેમની ડોનાલ્ડ ટ્રમ્પ સાથે  જે નિકટતા છે . આ કારણો હોઈ શકે છે .

Elon Musk and Giorgia Meloni: a burgeoning friendship the world should keep  an eye on

વાત કરીએ હાલના ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોનીની તો તે તેમનું સ્ટારલિંકના ફાઉન્ડર ઈલોન મસ્ક સાથે જોરદાર બોન્ડિંગ છે. જોકે હવે ઇટાલીની સરકાર પોતાના ત્યાં આંતરિક સુરક્ષાને લઇને જોરદાર પ્રશ્નોનો સામનો કરી રહી છે. ઇટાલીની સરકાર પોતાની મિલિટરીને સિક્યોર અને એન્ક્રિપ્ટેડ કમ્યુનિકેશન સિસ્ટમ આપવા ઈચ્છે છે જે વધારે સલામત હોય . આ માટે ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સ મુખ્ય દાવેદાર છે કારણ કે તેમની પાસે પૃથ્વીની નીચલી ભ્રમણ કક્ષામાં ૭,૦૦૦ સેટેલાઇટ છે . જોકે હવે ઇટાલીની દક્ષિણપંથી સરકાર અને સ્પેસએક્સ વચ્ચે વાર્તાલાપ પડી ભાંગ્યો છે આ પાછળનું કારણ ટેક્નિકલ ઓછું પણ રાજકીય વધારે છે. આ ડીલની કિંમત ૧.૬ બિલિયન ડોલરની હતી . જે હવે અટકી ચુકી છે . તો બીજી તરફ ઇટાલીમાં જ્યોર્જિયા મેલોનીની સરકાર પર ત્યાંના વિરોધ પક્ષે જોરદાર દબાણ સર્જ્યું છે કે , આવી રીતે બહારના કોઈ વ્યક્તિ સાથે સેન્સિટિવ કોન્ટ્રાક્ટ સાઈન ના કરી શકાય. ઉપરાંત ઈલોન મસ્કની જે નિકટતા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે છે તે જોખમી સાબિત થઇ શકે છે . 

How Elon Musk's endorsement of Trump may have backfired

તો આ તરફ , ઈટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની બરાબર ફસાયા છે કેમ કે એકબાજુ , ઈલોન મસ્ક સાથે તેમની નિકટતા છે અને બીજી બાજુ ઇટાલીનું ઓપોઝિશન છે જે આ ડીલ નથી ઈચ્છી રહ્યું વાત કરીએ , ઈલોન મસ્કની તો , તેમની ટેસ્લા કંપનીની ગાડીઓના વેચાણમાં આ રાજકીય કારણોના લીધે ઘટાડો થયો છે .આટલુંજ નહિ ઈલોન મસ્ક તો વિશ્વભરમાં આજ રાજકીય કારણોસર જોરદાર વિરોધનો સામનો પણ કરી રહ્યા છે . વાત કરીએ ભારતની તો,  ભારતના ટેલિકોમ સેકટરની જાયન્ટ કંપનીઓ જીઓ અને એરટેલે સ્પેસએક્સ સાથે સ્ટારલિંકનું ઈન્ટરનેટ આપવા માટે કરારો કરી નાખ્યા છે . જોકે આ કરારોને ભારત સરકારના ગૃહ મંત્રાલય તરફથી લીલી ઝંડી મળવાની બાકી છે .



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .