Ahmedabad Westના બંને ઉમેદવારોને જમાવટની ટીમે કર્યો ફોન, જાણો શું છે દિનેશ મકવાણા અને ભરત મકવાણાનું વિઝન?


  • Published By :
  • Published Date : 2024-04-25 16:37:52

લોકશાહીના મહાપર્વની આપણે ઉજવણી કરી રહ્યા છીએ... ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે... ચૂંટણી ક્યારે થશે તેની ઈતેઝારી અનેક લોકોને હોય છે... ચૂંટણીની તારીખ જાહેર થયા બાદ એની રાહ મતદાતાઓ જોતા હોય છે કે ઉમેદવાર કોણ હશે... તે ઉપરાંત મતદાતાઓને એ પણ જાણવાની ઉત્સુક્તા હોય છે કે તેમના મતવિસ્તારના ઉમેદવાર કયા વિઝન સાથે નિકળ્યા છે? ક્યા મુદ્દાઓ પર તેઓ ધ્યાન આપવાના છે... ત્યારે જમાવટ જનતા વતી ઉમેદવારોને પૂછી રહી છે કે તે પોતાના મતવિસ્તારમાં આગામી પાંચ વર્ષ દરમિયાન કયા કામો કરશે?

અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને કર્યો ફોન 

દર પાંચ વર્ષે મતદાતા પોતાના મતનો ઉપયોગ કરી કેન્દ્રમાં કોની સરકાર બનશે તે પસંદ કરતા હોય છે.. અનેક મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાતાઓ મત આપે છે. અનેક મુદ્દાઓ મતદાતાઓને અસર કરતા હોય છે. ત્યારે ઉમેદવારો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી આગામી પાંચ વર્ષ દરમિયાન કામ કરશે તે જાણવા માટે જમવાટની ટીમ અલગ અલગ બેઠકોના ઉમેદવારોને ફોન કરી રહી છે.. આ અંતર્ગત અમદાવાદ પશ્ચિમના ઉમેદવારને ફોન કરવામાં આવ્યો હતો..


જાણો શું છે બંને ઉમેદવારોનું વિઝન?

અમદાવાદ પશ્ચિમ બેઠક પર ભાજપે દિનેશ મકવાણાને ટિકીટ આપી છે જ્યારે કોંગ્રેસે ભરત મકવાણાને ટિકીટ આપી છે.. દિનેશ મકવાણાને જ્યારે ફોન કરવામાં આવ્યો ત્યારે પહેલી વખત જ્યારે તેમને ફોન કર્યો ત્યારે તેમણે કોઈ જવાબ ના આપ્યો.. પરંતુ જ્યારે બીજી વખત તેમને ફોન કરવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે તેમની પાર્ટીએ જવાબ આપવાની ના પાડી દીધી છે....  જ્યારે કોંગ્રેસના ઉમેદવારને આ સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જવાબ આપ્યો કે તેઓ પાણી, શિક્ષણ,આરોગ્ય અને Infrastructureને સુધારવાનો પ્રયાસ પ્રથમ ત્રણ વર્ષ દરમિયાન કરશે.. બેરોજગારી ઓછી કરવા માટે તેઓ પ્રયત્ન કરશે..        



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.