પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.
લશ્કરે તયબ્બાનો આતંકવાદી જેનું નામ છે અબુ સૈફુલ્લા ખાલિદ તેની પંજાબના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા હત્યા કરી દેવાઈ છે. અબુ સૈફુલ્લા ખાલિદ લશ્કરે તયબ્બાના વડા હાફિઝ સઈદનો ખાસ માણસ છે. આ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલ પછી નેપાળથી ખુબ જ સક્રિય હતો . તે ભારતમાં થયેલા ઘણા બધા આતંકી હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો . સૈફુલ્લા ખાલિદ પર આ હુમલો પાકિસ્તાનના સિંધ પ્રાંતના તેના માટલી સ્થિત નિવાસસ્થાને થયો છે. ત્રણ અજાણ્યા હુમલાવરો દ્વારા હુમલો થયા પછી નજીકની હોસ્પિટલમાં લઈ જવાતા તેને મૃત ઘોષિત કરવામાં આવ્યો છે. અબુ સૈફુલ્લા ખાલિદ પર ૨૦૦૬માં મહારાષ્ટ્રના નાગપુર સ્થિત RSS હેડક્વાટર પર જે અટેક થયો હતો તેનો મુખ્ય માસ્ટરમાઈન્ડ હતો . સાથે જ ૨૦૦૫માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાઇન્સ બેંગ્લુરુ ખાતે જે અટેક તેનો પણ માસ્ટરમાઈન્ડ અબુ સૈફુલ્લા ખાલિદ હતો . આટલુંજ નહિ અબુ ખાલિદ ૨૦૦૮માં ઉત્તર પ્રદેશના રામપુર સ્થિત CRPF કેમ્પ પર જે હુમલો થયો હતો જેમાં ૭ ઓફિસરો અને એક નાગરિકનું મોત થયું હતું તેનો પણ માસ્ટરમાઈન્ડ હતો .
અબુ સૈફુલ્લા ખાલિદ ૨૦૦૦ની સાલથી જ લશ્કરે તયબ્બાનું જે નેપાળ મોડ્યૂલ હતું તેનો ઇન્ચાર્જ હતો . આ નેપાળ મોડ્યૂલમાં તે ભરતી કરાવતો , ભારતના વિવિધ ભાગોમાં હુમલા કરાવવા માટે નાણાકીય અને લોજીસ્ટીકલ સપોર્ટ પણ આપતો હતો . જેવું જ ભારતીય સુરક્ષા એજન્સીઓને લશ્કરે તયબાના નેપાળ મોડ્યૂલની જયારે ખબર પડી ત્યારે અબુ સૈફુલ્લા ખાલિદ નેપાળ ભાગીને પાકિસ્તાન જતો રહ્યો હતો. પાકિસ્તાનમાં તેણે પછી લશ્કરે તયબ્બા અને જમાત ઉદ દાવાહના ઘણા આતંકીઓની સાથે કામ કર્યું હતું. જેમાં યુસુફ મુઝામ્મિલ LET નો જમ્મુ કાશ્મીરનો કમાન્ડર , મુઝામીલ ઇકબાલ હાશમી અને મુહંમદ યુસુફ ટાઈબી સાથે જોડાયો હતો .