નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા પ્રેક્ષકોએ જમાવટને કરી ફરિયાદ, સ્ટેડિયમમાં 10 રુપિયાની વેફરના વસૂલાય છે 80 રુપિયા!


  • Published By :
  • Published Date : 2023-04-12 15:11:15

થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક હોટલના બિલનો ફોટો વાયરલ થયો હતો. વાયરલ થયેલા બિલમાં છાશની કિંમત 200 રૂપિયા દેખાતી હતી. છાશને ગુજરાતીઓનું પીણું માનવામાં આવે છે. ગુજરાતીઓનું ભોજન છાશ વગર અધુરૂ ગણાય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક ફોટો વાયરલ થયો હતો જેમાં એક છાશના ગ્લાસ માટે 200 રુપિયા વસુલાયા હતા. આ વાયરલ થયેલું બિલ કેવડિયાની સંકલ્પ ગાર્ડન ઈન હોટલનું હતું. પરંતુ વાત આજે આની નથી કરવી. અનેક એવી જગ્યાઓ હોય છે જ્યાં આપણને રીતસરના લૂંટવામાં આવે છે.  


પાણીની બોટલ માટે ચૂકવવી પડે છે મોટી રકમ! 

એવી અનેક જગ્યાઓ હોય છે જ્યાં ઓછી કિંમતે મળતી વસ્તુઓ માટે આપણે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. એ પછી થિયેટર હોય કે પછી હાઈવે પર આવેલી હોટલો હોય. આ જગ્યાઓ પર પાણીની બોટલથી લઈ નાસ્તા સુધીની વસ્તુઓ માટે મોટી રકમ ચૂકવવી પડતી હોય છે. ત્યારે ક્રિકેટ સ્ટેડિયમ પણ આનાથી બાકાત નથી. હાલ આઈપીએલ મેચ ચાલી રહી છે. તે દરમિયાન મેચને જોવા મોટી સંખ્યામાં દર્શકો આવતા હોય છે. સ્ટેડિયમની અંદર વોટર બોટલ કે નાસ્તાની વસ્તુઓ લાવવાની પરમિશન નથી આપવામાં આવતી. જેને લઈ ના છૂટકે દર્શકોએ પાણીની બોટલ ત્યાંથી જ ખરીદવી પડતી હોય છે. બહાર 10 કે 20 રૂપિયામાં મળતી પાણીની બોટલ સ્ટેડિયમની અંદર 100 રુપિયાની મળે છે. તરસ લાગી હોય તો ના છૂટકે વધારે પૈસા આપીને પાણીની બોટલ ખરીદવી પડતી હોય છે. 


નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વસૂલાય છે બેફામ રીતે રુપિયા!  

આઈપીએલની અનેક મેચ અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાઈ હતી અને આવનાર દિવસોમાં રમાવાની છે. ત્યારે જમાવટને અનેક દર્શકોએ ફરિયાદ કરી હતી કે વધારે પૈસા લેવામાં આવે છે. વોટર બોટલના 100 રૂપિયા જેટલી કિંમત વસૂલવામાં આવે છે. તે સિવાય પણ ઓછી કિંમતમાં મળતી વસ્તુઓના ભાવ આસમાને પહોંચી જાય છે. સ્ટેડિયમમાં તો આવું થાય છે પરંતુ ઘણી વખત રિક્ષા વાળા પણ મનફાવે તેટલા ભાવ વસૂલે છે. જો રિક્ષા નથી મળતી અથવા તો તમારે રાત્રે મોડા જવું હોય તો રિક્ષા વાળા ભાવ માટે મોટું મોઢું ખોલે છે. ત્યારે કહેવાનું મન થાય કે આપત્તિને અવસરમાં બદલવી સારી વાત છે પરંતુ કોઈની ખરાબ પરિસ્થિતિનો લાભ લેવો કેટલું યોગ્ય? જ્યાં સુધી આપણા ઉપર નથી વિત્તું ત્યાં સુધી આપણને ખબર નથી પડતી



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે