બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે આપ્યો પડકાર! સોશિયલ મીડિયા પર ચેલેન્જ કરતી પોસ્ટમાં લખ્યું...


  • Published By :
  • Published Date : 2023-05-17 12:01:19

ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની ચર્ચાઓ હાલ જોવા મળી રહી છે.  દેશભરમાં હિન્દુત્વના નવા પોસ્ટર બોય અને ચમત્કારી બાબા તરીકે જાણીતા થયેલા બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ગુજરાતમાં થવાનો છે. રાજ્યના વિવિધ શહેરોમાં તેમનો દરબાર ભરાવાના છે. અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દિવ્ય દરબાર ભરાવાનો છે. ત્યારે ગુજરાતની મુલાકાતે બાબા આવે તેની પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. વિજ્ઞાન જાથાના ચેરમેને બાબા અંગે નિવેદન આપ્યું હતું તે બાદ અમદાવાદ મેડિકલ એસોશિયેશનના સભ્ય અને જાણીતા ડોક્ટર વસંત પટેલે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને પકડાર ફેંક્યો છે. 

 અમદાવાદમાં પ્રેક્ટિસ કરતાં ડૉક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સામે પડકાર ફેંક્યો છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીમાં જો ખરેખર કોઈ શક્તિ છે તો તેઓ કિડની અને કેન્સર હોસ્પિટલમાં દર્દીઓને સાજા કરે. તેમજ દેશમાંથી નક્સલવાદને આતંકવાદનો ખાતમો કરે.

ધીરેન્દ્ર શાસ્ત્રીને ડોક્ટરે ફેંક્યો પડકાર!

દેશમાં ઘણા સમયથી ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર અંગે ચર્ચાઓ ચાલી રહી છે. દેશના અનેક રાજ્યોમાં શાસ્ત્રીનો દરબાર ભરાતો હોય છે અને દરબારમાં મોટી સંખ્યામાં લોકો પણ હાજરી આપતા હોય છે. ત્યારે ગુજરાતમાં પણ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર ભરાવાનો છે. ગુજરાતના સુરત, અમદાવાદ તેમજ રાજકોટમાં તેમના દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ તેમની ગુજરાત મુલાકાત પહેલા વિવાદ શરૂ થઈ ગયો છે. અનેક લોકો તેમને પડકાર ફેંકી રહ્યા છે. બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્ય અને ડોક્ટર વસંત પટેલે તેમને બાબાને પકડાર ફેંક્યો છે. અમદાવાદમાં બાબાનો દરબાર 29 અને 30 મેના રોજ લાગવાનો છે. 

 મહત્વનું છે કે, બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી તેમનો દિવ્ય દરબાર ગુજરાતમાં અલગ-અલગ શહેરોમાં લગાવે તે પહેલા જ તેમની સામે વિરોધના સૂર ઉઠ્યા છે. એટલે આગામી દિવસોમાં તેમનો આ દિવ્ય દરબાર ભરાય છે કે પછી વિવાદ સર્જાય છે, તે જોવાનું રહ્યું.

સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ!

ડોક્ટર વસંત પટેલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકી હતી જેમાં લખવામાં આવ્યું હતું કે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ છે કે જો તેમનામાં કોઈ શક્તિ કામ કરે છે તો કેન્સર અને કિડની હોસ્પિટલમાં દર્દીઓના દુખ દૂર કરે. તે સિવાય બીજી એક પોસ્ટમાં તેમણે લખ્યું હતું કે ભોળા અને લાલચુ ભક્તો જોગ જો બાબા બાગેશ્વરમાં શક્તિ હોય તો ભારતમાં આતંકવાદીઓ અને નક્સલીઓનો ખાતમો કરે.

દરબાર પહેલા જ છેડાયો વિવાદ!   

ઉલ્લેખનિય છે કે આની પહેલા વિજ્ઞાન જાથાના ચેરમને નિવેદન આપ્યું હતું જેમાં તેમણે કહ્યું કે બાગેશ્વર ધામવાળા ધીરેન્દ્ર શાસ્ત્રી ધર્મના નામે તુત ફેલાવી રહ્યા છે, તે ધર્મના નામે લોકોની ભાવના સાથે રમત રમી રહ્યા છે. સાથે જ વિજ્ઞાન જાથાના ચેરમેને બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો છે કે જો તે ચમત્કાર જાણતા હોય તો ડ્રગ્સ અંગે માહિતી આપે. દેશમાં અ નેક સમસ્યાઓ છે, તેનું સમાધાન આપે. બાકી અન્ય ખોટી વાતો ન કરે. ત્યારે હવે ડોક્ટરે બાબાને પકડકાર આપ્યો છે. મહત્વનું છે કે બાબાની ગુજરાત મુલાકાત પહેલા વિરોધ અને વિવાદ શરૂ થઈ ગયો છે.      



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.