શિક્ષક બનવાનું સપનું સપનું જ રહી ગયું! TET-TATનો ઉમેદવાર બન્યો અકસ્માતનો ભોગ, છલકાયું પરિવારનું દુ:ખ


  • Published By :
  • Published Date : 2023-07-20 16:35:51

દીકરો જ્યારે મોટો થાય તે વૃદ્ધ માતા પિતાનો સહારો બનશે તેવી આશા તેવા સપના દરેક માતા પિતા જોતા હોય છે. 20 વર્ષ બાદ છોકરો પગભર થાય પોતાના ભવિષ્ય તરફ આગળ વધે તેવી આશા દરેક સંતાનના માતા પિતાની હોય છે. દીકરો જીવનમાં પ્રગતિ કરે તે માટે તેના ભણતર પાછળ, તેને સારૂં જીવન આપવા માટે વાલીઓ પોતાનું સર્વસ્વ લૂંટાવી દેતા હોય છે. પરંતુ જ્યારે તે યુવાન દીકરા-દીકરીની લાશ જોવી પડે તે દુખ દરેક માતા પિતાના જીવનની સૌથી કષ્ટદાયક ક્ષણ હોય છે. પોતાની આંખમાં યુવાન અનેક સપનાઓ લઈને ફરતો હોય છે. જીવનમાં આ સિદ્ધિ હાંસલ કરીશું, જીવનમાં માતા પિતાનું નામ રોશન કરીશું તેવા અનેક સપનાઓ યુવાનો લઈને ફરતા હોય છે. 

કેટલી કષ્ટદાયી તે ક્ષણ હોય છે જ્યારે માતા પિતા જુવાન દીકરાની લાશ જોતા હશે...  

પરંતુ જ્યારે તે સપના. તે યુવાન કોઈ નબીરાની ગાડી નીચે કચડાઈ જાય ત્યારે? આ વાત અમદાવાદના ઈસ્કોન ખાતે સર્જાયેલા ગંભીર અકસ્માતને લઈ કરવી છે. એક નબીરાએ પોતાની ગાડીથી 9 લોકોને ઉડાવી દીધા. આ અકસ્માતે દરેકને અંદરથી હચમચાવી દીધા છે. 20-22 વર્ષના દીકરાની લાશ જોઈ માતા પિતાની જે હાલત થતી હોય છે તે પરિસ્થિતિની આપણે કલ્પના પણ ન કરી શકીએ. પોતાના સપના તરફ જ્યારે આગળ વધવાનો સમય આવ્યો ત્યારે તે અકસ્માતનો ભોગ બન્યો. 


'સરકારને પૈસા આપવા તૈયારી છીએ, અમને અમારો દીકરો પાછો આપો' - મૃતકના પરિવારજનો 

જમાવટની ટીમે જ્યારે મૃતકના પરિવારનો સંપર્ક કર્યો ત્યારે તેમણે કહ્યું કે તેમનો દીકરો શિક્ષક બનવાનું સપનું જોતો હતો. TAT-TETની પરીક્ષા પાસ કરી દીધી હતી અને શિક્ષક બનવા માટે મહેનત કરતો હતો. પરંતુ નબીરાની ભૂલને કારણે તેનું તે સપનું સપનું જ રહી ગયું. જે આંખોમાં સપનાનું સિંચન થતું હતું તે જ આંખો હંમેશા માટે બંધ થઈ ગઈ. જમાવટની ટીમે જ્યારે તેમના પરિવાર સાથે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે અમે સરકારને પૈસા આપવા તૈયાર છીએ, અમને અમારો દીકરો પાછો આપો. જે લાગણી દીકરાની લાશને જોયા પછી ઉદ્ભવતી હોય છે તે વ્યથા તે દુખનું વર્ણન કદાચ આપણે શબ્દોમાં નહીં કરી શકીએ. માતા પિતા તે ક્ષણને કોશતા હશે જ્યારે તેમનો જુવાન દીકરો કોઈની ભૂલનો ભોગ બનતો હોય. સાંભળો પરિવારના સભ્યોની સંવેદનાઓને...     




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે