ચાલતી બસમાં ડ્રાઈવરને આવ્યો Heart Attack, મુસાફરોને બચાવવા માટે ડ્રાઈવરે જે કર્યું તે મુસાફરોને હંમેેશા યાદ રહેશે! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-01-31 11:09:07

આપણે જ્યારે બસ મુસાફરી કરતા હોઈએ છીએ ત્યારે ડ્રાઈવરને ન જાણવા છતાંય તેમની પર વિશ્વાસ રાખીએ છીએ. આપણે આપણી જિંદગી ડ્રાઈવરના હાથમાં સોંપતા હોઈએ છીએ મુસાફરી વખતે. ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલી એક ચૂકની કિંમત અનેક લોકોને ચૂકવવી પડતી હોય છે. કોઈ વખત ડ્રાઈવરની ચૂકને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકોના મોત થઈ જતા હોય છે. આજે વાત ડ્રાઈવરની કરવી છે જેમણે સમય સૂચકતા રાખી અનેક લોકોના જીવ બચાવ્યા છે. ઘટના છે ઓડિશાની જ્યાં બસ ડ્રાઈવરને બસ ચલાવતી વખતે હાર્ટ એટેક આવ્યો. છાતીમાં દુખાવો શરૂ થતાં જ ડ્રાઈવરે બસને સાઈડમાં ઉભી રાખી અને બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરોના જીવને બચાવી લીધા.  


બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે આવ્યો હાર્ટ એટેક  

કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સાઓમાં ધરખમ વધારો થઈ ગયો છે. નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને વ્હાલા થઈ રહ્યા છે. સાજો લાગતો વ્યક્તિ અચાનક મોતને ભેટે છે. હાર્ટ એટેક શબ્દ સામાન્ય બની ગયો છે. આ સમાચાર પણ હાર્ટ એટેક રિલેટેડ જ છે. સામાન્ય રીતે હાર્ટ એટેક આવે છે ત્યારે છાતીમાં દુખાવો થાય છે અને જીવ જતો રહે છે. છાતીમાં દુખાવો થાય ત્યારે અનેક લોકોને અહેસાસ થઈ જતો હોય છે કે તેમને હાર્ટ એટેક આવ્યો છે. હાર્ટ એટેકનો કિસ્સો ઓડિશાથી સામે આવ્યો છે જેમાં બસ ડ્રાઈવરને ડ્રાઈવિંગ કરતી વખતે છાતીમાં દુખાવો ઉપડ્યો. 


બસને સાઈડમાં ઉભી રાખી બચાવ્યો પેસેન્જરોનો જીવ!

જે બસ ડ્રાઈવર સાથે આ દુર્ઘટના બની તેમની જિંદગી પર 60 જેટલા મુસાફરોની જિંદગીની જવાબદારી હતી! એટલે કે જે ડ્રાઈવરને હાર્ટ એટેક આવ્યો તે બસમાં 60 જેટલા મુસાફરો મુસાફરી કરી રહ્યા હતા. છાતીમાં દુખાવો ઉપડ્તા ડ્રાઈવર બેભાન થવા લાગ્યા. પરંતુ બેભાન થાય તેની પહેલા તેમણે બસને સાઈડમાં સુરક્ષિત ઉભી રાખી. બસના મુસાફરો તો બચી ગયા પરંતુ તે ડ્રાઈવરનો જીવ બચી ન શક્યો. ડ્રાઈવરને લોકો ડોક્ટર પાસે લઈ ગયા પરંતુ ડોક્ટરે તેમને મૃત ઘોષિત કરી દીધા. 


દુર્ઘટના સર્જાતા બચી!

મીડિયા રિપોર્ટ અનુસાર આ ઘટના મંગળવારે બની હતી. પોલીસે જણાવ્યું કે બસમાં પશ્ચિમ બંગાળના પ્રવાસીઓ હતા. તેમને લઈને જતી બસ પંચલિંગેશ્વર મંદિર જઈ રહી હતી, ત્યારે ડ્રાઈવર શેખ અખ્તરને હાર્ટ એટેક આવ્યો. દર્દનો અનુભવ થતાં જ શેખ અખ્તરે બસ રોડની બાજુમાં રોકી દીધી. બસ ઉભી થતા જ તે બેભાન થઈ ગયો. મહત્વનું છે કે ડ્રાઈવરની સમય સૂકચતાને કારણે બસમાં મુસાફરી કરી રહેલા મુસાફરો સુરક્ષિત છે. જો ડ્રાઈવર બસને સાઈડમાં  ન ઊભા રાખતા તો કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શક્તી હતી.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે