દેવાંશી જોષીની શાળાએ પહોંચ્યા શિક્ષણમંત્રી, વિદ્યાર્થીના જીવનમાં શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું. જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2023-07-25 09:59:53

કહેવાય છે કે રાજ્યના બાળકોનું ભવિષ્ય ત્યારે જ ઉજ્જવળ થાય જ્યારે રાજ્યમાં શિક્ષણ વ્યવસ્થા સારી હોય. શાળામાં દેશના ભવિષ્યનું ઘડતર થાય છે, દેશના ભાવિ નાગરિકોને સંસ્કાર મળે છે. શાળા એ હોય છે જ્યાં વિદ્યાર્થીના સપનાને આકાર મળે છે, ભવિષ્યમાં વિદ્યાર્થી શું બનશે તેના સપનાનું સિંચન શાળામાં થાય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે શાળાની પરિસ્થિતિ તેમજ શિક્ષણ વિભાગની પરિસ્થિતિ દિવસેને દિવસે કથળી રહી છે. 

શાળામાં મળેલા ભણતરનું ઘડતરમાં હોય છે વિશેષ સ્થાન     

શહેરમાં રહેતા લોકોને કદાચ જીવનના ઘડતરમાં શાળાની શું કિંમત છે તેનો કદાચ ખ્યાલ નહીં હોય, કારણ કે તેમને ત્યાં શાળાઓના અનેક ઓપ્શન ઉપલ્બધ હશે. આ સ્કૂલ નહીં તો બીજી સ્કૂલ પરંતુ જ્યારે ગામડામાં રહેતા વિદ્યાર્થીના જીવનમાં શાળાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. ગામડામાં અથવા નાના શહેરમાં આવેલી સરકારી શાળામાં પેઢીઓની પેઢીઓ અભ્યાસ કરતી હોય છે. તમે પણ કદાચ એ જ શાળામાં ભણ્યા હશો ત્યાં તમારા પિતાએ અભ્યાસ કર્યો હશે. અને તમે એવું પણ ઈચ્છતા હશો કે તમારી આવનારી પેઢી પણ એ શાળામાં ભણે. પરંતુ અનેક સરકારી શાળાઓ એવી છે જેની ઈમારતો જૂની થઈ ગઈ છે. જૂની ઈમારતો હોવાને કારણે લોકોને પોતાના સંતાનોને અનેક કિલોમીટરો દૂર અને અનેક વખત સંઘર્ષ કરી અભ્યાસ માટે મોકલવા પડે છે.

લુણાવાડા પ્રાથમિક શાળાની શિક્ષણમંત્રીએ લીધી મુલાકાત

ગામમાં શાળાનું પ્રાંગણ હોવા છતાંય જો ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે ક્યાંય બીજી જગ્યાએ જવું પડે તો તે પીડા કષ્ટદાયક હોય છે. શિક્ષણ મુદ્દે ગંભીર બની શિક્ષણમંત્રી કોઈ પગલાં તેવી રજૂઆત અનેક વખત કરવામાં આવતી હોય છે. સરકારી શાળાઓમાં જઈ વાસ્તવિક પરિસ્થિતિનો તાગ મેળવે તે માટે પણ અનેક વખત અવાજ ઉઠાવવામાં આવ્યો છે. ત્યારે મહિસાગરથી નાતો રાખનાર શિક્ષણમંત્રીએ મહિસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં આવેલી વડાગામ પ્રાથમિક શાળાની શુભેચ્છા મુલાકાત લીધી હતી. 


ગામના લોકો માટે શાળાનું શું હોય છે મહત્વ તે સમજાવ્યું! 

જે શાળાની મુલાકાત શિક્ષણમંત્રીએ લીધી હતી તે શાળામાં દેવાંશી જોષી ભણ્યા છે. પોતાની શાળા હોવાને કારણે ત્યાંની વાસ્તવિક પરિસ્થિતિ અંગે દેવાંશી જોષીએ સમજાવ્યું હતું. ગામડાના લોકો માટે તે શાળાની, શાળાના ઈમારતની શું કિંમત હોય તે તેમણે સમજાવ્યું હતું. ગામડાના વિદ્યાર્થીઓમાં રહેલા પોટેન્શિયલ વિશે પણ તેમણે જણાવ્યું હતું.     



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.