ચૂંટણી પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રહેશે ચૂંટણી પંચની નજર, ચા-ભજીયા તેમજ નાસ્તાના ભાવ નક્કી કરાયા


  • Published By :
  • Published Date : 2022-11-13 11:28:11

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે તમામ ઉમેદવારો પોતાના પ્રચાર માટે લાગી ગયા છે. ચૂંટણી પ્રચાર પાછળ એટલો બધો ખર્ચ થઈ જતો હોય છે જેટલો ખર્ચતો ચૂંટણી માટે પણ નથી થતો. પ્રચાર પાછળ પાણીને જેમ પાર્ટી પૈસા વાપરી કાઢતી હોય છે. ત્યારે ખર્ચા પર નિયંત્રણ લાવવા ચૂંટણી પંચે પ્રચાર પાછળ વપરાતા ખર્ચ પર નિયંત્રણ મૂકી દીધો છે. જે અંતર્ગત ચા-કોફીના 15 રૂપિયા નક્કી કરાયા છે જ્યારે 100 ગ્રામ ભજીયાના 30 રૂપિયા નક્કી કરાયા છે. આવી અનેક વસ્તુઓ છે જેના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 

assembly elections exit polls: No exit polls allowed until elections are  over: Election Commission - The Economic Times

પ્રચાર પાછળ વપરાતા નાણાં પર રખાશે નજર

ઉમેદવારો ચૂંટણી પ્રચાર પાછળ કેટલો ખર્ચ કરે છે તેની દેખરેખ રાખવા વરિષ્ઠ અધિકારીઓની કમિટી બનાવવામાં આવી છે. જે  અંતર્ગત ઉમેદવારે રજાસ્ટર્ડ બનાવવાનું રહેશે જેમાં પ્રચાર દરમિયાન કરવામાં  આવેલા ખર્ચાઓ લખવાના રહેશે. ચૂંટણી પંચે વિધાનસભા બેઠકના પ્રત્યેક ઉમેદવાર માટે 40 લાખના મહત્તમ ચૂંટણી પ્રચાર ખર્ચની સીમા નક્કી કરી છે. જેમાં સભા-મંડપ, ફર્નિચર, પોસ્ટર તેમજ પ્રચાર દરમિયાન ઉપયોગ કરાતા તમામ વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે ભાવમાં ગોટાળા ન થાય તે માટે કિંમતો પણ બહાર પાડી છે. 

ભજીયાઅનેગોટા_215b783a_1656760802341_sc_cmprsd_75.jpg

ભાવમાં ગોટાળો ન થાય તે માટે કિંમતો નક્કી કરાઈ  

પંચની નજર ઉમેદવારો દ્વારા કરાતા ખર્ચા પર પણ રહેશે. સાઉન્ડ સિસ્ટમ, મંડપ, ડેકોરેશન સહિતની તમામ વસ્તુઓ પર તેમની નજર રહેશે. ઉપરાંત ભોજનના ભાવમાં ગડબડ ન થાય તે માટે ભાવ પહેલેથી જ નક્કી કરી દેવામાં આવ્યા છે. જે અંતર્ગત એક કપ ચા-કોફી 15 રૂપિયામાં મળશે, કટિંગ ચા-કોફી 10મા મળશે. રૂ.20માં બિસ્કીટનું પેકેટ મળશે, બ્રેડ-બટર એક પ્લેટના 25 રૂપિયા નક્કી કરવામાં આવ્યો છે જ્યારે બટાકાપૌઆ, ઉપમા 20 રૂપિયામાં એક પ્લેટ મળશે જ્યારે 100 ગ્રામ ભજીયા માટે 30 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે.

બ્રેડબટરના 25 રૂપિયા, એક ગ્લાસ લીંબુ પાણીના 10 રૂપિયા જ્યારે 2 મોટા સમોસાના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. પૂરી અથવા રોટલી,બે શાક દાળ,ભાત, પાપડ, સલાડના 90 રૂપિયા, 150 મિલી દહીં છાશના 15 રૂપિયા, પુરી શાકના 40 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે.      




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે