Electoral Bondનો આવી ગયો ડેટા, આ કંપનીઓએ ખરીદ્યા કરોડોના ચૂંટણી બોન્ડ, આંકડા વાંચીને તમે ચોંકી જશો! આ પાર્ટીને મળ્યું સૌથી વધારે દાન


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-03-15 11:31:10

લોકસભા ચૂંટણી આવી રહી છે. તેની પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા ચૂંટણી બોન્ડને રદ્દ કરવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટ દ્વારા સ્ટેટ બેંક ઓક ઈન્ડિયાને આદેશ આપવામાં આવ્યો હતો કે ચૂંટણી બોન્ડ કોણે ખરીદ્યા છે અને કઈ પાર્ટીને કેટલા રૂપિયા મળ્યા છે તે અંગેની જાણકારી આપે. ચૂંટણી બોન્ડને લઈ સુપ્રીમ કોર્ટ દ્વારા કડક વલણ અપનાવામાં આવ્યું હતું. એસબીઆઈને આદેશ આપવામાં આવ્યો હતો કે તે ડેટા ચૂંટણી કમિશનને સોંપે અને તે બાદ ચૂંટણી પંચ તે ડેટાને પોતાની વેબસાઈટ પર મૂકે છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચૂંટણી પંચ દ્વારા આ અંગેની માહિતી આપવામાં આવી છે. ચૂંટણી પંચે પોતાની વેબસાઈટ પર 763 પાનાની બે લિસ્ટ અપલોડ કરી છે. એક લિસ્ટમાં કઈ કંપનીએ અથવા તો વ્યક્તિએ બોન્ડને ખરીદ્યા છે અને બીજી લિસ્ટમાં કઈ પાર્ટીએ બોન્ડને કેશ કરાવ્યા. 


સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાને સુપ્રીમ કોર્ટે આપ્યો હતો આદેશ 

સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક વખત કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે અને તેની ચર્ચાઓ થઈ રહી છે. સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવતા આદેશ અનેક વખત ચર્ચાનો વિષય બનતો હોય છે. તેવો જ આદેશ થોડા સમય પહેલા ચૂંટણી બોન્ડને લઈ કોર્ટે સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ચૂંટણી બોન્ડને ગેરમાન્ય ગણાવી દીધા હતા. અને સ્ટેટ બેંફ ઓફ ઈન્ડિયાને આદેશ આપ્યો હતો કે ચૂંટણી બોન્ડના તમામ ડેટા શેર કરે. કોર્ટના આદેશ મુજબ 12 માર્ચે સુપ્રીમ કોર્ટમાં એસબીઆઈએ ચૂંટણી બોન્ડના ડેટા સબમિટ કર્યા હતા અને તે બાદ ચૂંટણી આયોગે પોતાની વેબસાઈટ પર આ ડેટા શેર કર્યા છે જેને સામાન્ય પણ જોઈ શકશે અને જાણી શકશે કે કોણે કઈ પાર્ટીને પૈસા દાનમાં આપ્યા છે. 14 માર્ચે ચૂંટણી પંચ દ્વારા આ માહિતી શેર કરવામાં આવી હતી અને એમાં જે આંકડો સામે આવ્યો છે તે ચોંકાવનારો છે. 


ચૂંટણી પંચ દ્વારા શેર કરવામાં આવી ચૂંટણી બોન્ડ અંગેની માહિતી 

ગુરૂવારે ચૂંટણી બોન્ડ દ્વારા રાજકીય પક્ષોને મળેલા દાન વિશેની જાણકારી આપવામાં આવી છે. પોતાની વેબસાઈટ પર આ જાણકારી મૂકવામાં આવી છે અને જે વિગતો સામે આવી છે તે ચોંકાવનારી છે.ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર ઈલેક્ટોરલ બોન્ડ ખરીદનારી કંપનીઓમાં ABC ઈન્ડિયા, અરિહંત, ગ્રાસિમ ઈન્ડસ્ટ્રીઝ, મેઘા એન્જિનિયરિંગ, પિરામલ, સન ફાર્મા, મુથૂટ ફાઈનાન્સ, વેદાંત, બજાજ, ભારતી એરટેલ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. તે ઉપરાંત ફ્યુચર ગેમિંગ તેમજ હોટેલ સેવાઓ યાદીમાં ટોચ પર છે. ફ્યુચર ગેમિંગ એન્ડ હોટેલ સર્વિસે રૂ. 1,368 કરોડના બોન્ડ ખરીદ્યા છે. કંપનીનું નામ 1303 વખત આવ્યું છે. જ્યારે મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ કંપની આ યાદીમાં બીજા સ્થાને છે. જેનું નામ 821 વખત આવ્યું છે. 


1368 કરોડના બોન્ડ માત્ર આ એક કંપની દ્વારા ખરીદવામાં આવ્યા!

જો ટોપ 10 કંપની જેમણે સૌથી વધારે ઈલેક્ટોરિયલ બોન્ડ ખરીદ્યા છે તેની વાત કરીએ તો - સૌથી પહેલા આ યાદીમાં ફ્યુચર ગેમિંગ તેમજ હોટેલ સેવા છે તેના દ્વારા 1368 કરોડના બોન્ડ ખરીદવામાં આવ્યા છે તે ઉપરાંત બીજા નંબરે આવે છે મેઘા એન્જીનિયરિંગ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ લિમિટેડ અને તેના દ્વારા 966 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા છે, ત્રીજા ક્રમે આવે છે ક્વિક સપ્લાઈ ચેન પ્રાઈવેટ લિમિટેડ, અને તેના દ્વારા 410 કરોડના ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા છે. ચોથા સ્થાન પર આવે છે વેદાંતા લિમિટેડ અને તેના દ્વારા 400 કરોડ રુપિયાના બોન્ડ ખરીદવામાં આવ્યા છે. તે સિવાય 377 કરોડ રુપિયાના બોન્ડ હલ્દિયા એનર્જી લિમિટેડ દ્વારા ખરીદવામાં આવ્યા છે. 


કઈ કંપનીએ લીધા કેટલા કરોડના બોન્ડ?  

ભારતી ગ્રુપ (એરટેલ) દ્વારા 247 કરોડ રુપિયાના બોન્ડ ખરીદવામાં આવ્યા છે જ્યારે એસ્સેલ માઈનિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીજ લિમિટેડ દ્વારા 224 કરોડના બોન્ડ ખરીદવામાં આવ્યા છે. તે સિવાય વેસ્ટર્ન યૂપી પાવર ટ્રાંસમિશન કંપનીએ 220 કરોડના બોન્ડ ખરીદ્યા છે જ્યારે કેવેંટર ફૂડ પાર્ક ઈંફ્રા લિમિટેડે 194 કરોડના બોન્ડ ખરીદ્યા છે. મદનલાલ લિમિટેડ દ્વારા 185.5 કરોડના બોન્ડ ખરીદવામાં આવ્યા છે. તે સિવાય આ લિસ્ટમાં યશોદા સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલ, ઉત્કલ એલ્યુમિના ઈન્ટરનેશનલ લિમિટેડ,  ડીએલએફ કોમર્સિયલ ડેવલપર્સ લિમિટેડ તેમજ એમકેડે એન્ટપ્રાઈઝ લિમિટેડનો સમાવેશ થાય છે. તે સિવાય બિરલા કાર્બન ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ, ધારીવાલ ઈન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા પણ ચૂંટણી બોન્ડ ખરીદવામાં આવ્યા હતા.


બીજેપીને મળ્યું સૌથી વધારે દાન!

જો પાર્ટીની વાત કરીએ તો ચૂંટણી દાન મેળવનાર પક્ષોની યાદીમાં ભાજપનું નામ 8633 વખત છે, તૃણમૂલ કોંગ્રેસનું નામ 3305 વખત, જ્યારે કોંગ્રેસનું નામ 3146 વખત આવ્યું છે. તે ઉપરાંત ભારત રાષ્ટ્ર સમિતિનું નામ 1806 વખત, બીજુ જનતા દળ પાર્ટી 861 વખત છે. આ સ્પષ્ટપણે દર્શાવે છે કે સૌથી વધુ ડોનેશન મેળવનારા પક્ષોમાં ભાજપ સૌથી આગળ છે. તે પછી TMC અને ત્રીજા સ્થાને કોંગ્રેસ પાર્ટી છે. જે રીતના નામ છે તેની પરથી અંદાજો લગાવાઈ શકાય કે કઈ પાર્ટીને સૌથી વધારે દાન મળ્યું હોઈ શકે છે...   




વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.