Jamnagarમાં થયેલી ધારાસભ્ય,સાંસદ અને મેયરની બબાલમાં થઈ મેયરના પરિવારની એન્ટ્રી! જાણો શું કરી પરિવારે માગ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-08-19 15:17:20

જામનગરમાં ભાજપના નેતાઓ વચ્ચેનો આંતરિક ઝઘડો શાંત થવાનું નામ જ નથી લઇ રહ્યો.બે દિવસ પહેલા જામનગર શહેરમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં જાહેરમાં ભાજપના ત્રણ મહિલા વચ્ચે વાકયુદ્ધ થયું હતું.જેમાં સાંસદ પુનમબેન માડમ, MLA રિવાબા જાડેજા અને મેયર બીનાબેન વચ્ચે તું..તું..મે…મેં.. થઇ હતી. જે બાદ એક પછી એક સામે આવીને પોતાનો પક્ષ મૂકી રહ્યા છે. આ મામલે હવે અપડેટ એ આવી છે કે જામનગરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારીના પરિજનોએ ભાજપના શહેર પ્રમુખ અને જિલ્લા પ્રમુખને ફરિયાદ કરી હતી કે ક્રિકેટર રવિન્દ્ર જાડેજા અને જામનગર ઉત્તરના ધારાસભ્ય રિવાબા જાડેજા દ્વારા ઉચ્ચારેલા શબ્દો યોગ્ય નથી. 

મેયરના પરિવારે કરી આ માગ

થોડા દિવસ પહેલા જામનગરથી એક ઘટના બની હતી જેમાં ધારાસભ્ય, મેયર અને સાંસદ વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ વધારે વધતા પહેલા ધારાસભ્ય રિવાબા જાડેજાએ પોતાનો પક્ષ મુક્યો હતો જે બાદ મેયર બીનાબેન કોઠારીએ મીડિયા સામે પોતાનો પક્ષ મુક્યો હતો. તેમ છતાં આ મામલો શાંત થયો નહીં તો સાંસદ પૂનમ માડમે પોતાનો પક્ષ મૂકવા સામે આવ્યા હતા. સાંસદે જે ભડકો થયો હતો તેના પર પાણી નાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ હજું પણ જાણે માહોલ શાંત નથી થયો. મામલો શાંત એટલા માટે નથી થયો કારણ કે હવે મેયર બીનાબેન કોઠારીના પરિવારજનો શહેર ભાજપ કાર્યાલય રજુઆત કરવા પહોંચ્યા હતા. મેયર બીનાબેનના પરિવારજનોએ ભાજપ પ્રમુખ સામે આક્રોશ ઠાલવ્યો હતો.


ધારાસભ્ય, સાંસદ અને મેયર આવી ગયા હતા આમને-સામને 

મેયરના પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી છે કે, આ પ્રકારનું અપમાન અસહ્ય છે, રિવાબા શબ્દો પાછા ખેંચે, જો કે, શહેર પ્રમુખે મેયરના પરિવારજનોને કહ્યું કે, આગામી દિવસોમાં એવું નહિ થાય એવી હૈયા ધારણા આપી છે. આ ઘટના થોડા દિવસ પહેલા બની હતી જેમાં જામનગરના લાખોટા તળાવ નજીક ભાજપના મેરી માટી મેરા દેશ કાર્યક્મમાં ભાજપનો આંતરિક કલહ સામે આવ્યો હતો. જેના કારણે માટી અને દેશ સાઈડમાં જતા રહ્યા હતા અને સાંસદ અને ધારાસભ્ય સામ-સામે આવી ગયા હતા.

રિવાબાએ, પૂનમબેને આ મુદ્દે આપી હતી પ્રતિક્રિયા 

મામલો વધારે ગરમ થતાં રિવાબા મીડિયા સમક્ષ આવ્યા હતા અને કહ્યું હતું કે કાર્યક્રમમાં ચપ્પલ ઉતારવાની વાતમાંથી સાંસદ પૂનમ માડમે વાંકુ બોલ્યું અને ત્યાંથી બબાલ શરૂ થઈ હતી. જેમાં રિવાબાના કથન મુજબ પૂનમબેને કહ્યું હતું કે કેટલાક ભાન વગરના લોકો ઓવર સ્માર્ટ બની રહ્યા છે. જેના કારણે રિવાબાએ પણ રોકડું પરખાવી દીધું હતું. આ બબાલમાં વચ્ચે પડેલા મેયર બિનાબેન કોઠારીને પણ રિવાબાએ આડેહાથ લઈ લીધા હતા. રિવાબાના કહેવા મુજબ આ લડાઈ સ્વાભિમાનની હતી પરંતુ, જો તાજો ભૂતકાળ અને આગામી લોકસભાની ચૂંટણી તરફ ધ્યાન કરીએ તો લડાઈ સ્વાભિમાન કરતા અસ્તિત્વની વધારે જણાય છે. મીડિયાના અહેવાલ પરથી માહિતી મળે છે કે રિવાબાના નણંદ નયનાબા જાડેજાએ પણ આ લડાઈને અસ્તિત્વની લડાઈ હોવાનું કથન કર્યું છે.


બનાવની અસર આગામી દિવસોમાં શું થશે તે જોવું રહ્યું.

આ બબાલ બાદ રિવાબાએ તો ખુલીને મીડિયા સમક્ષ ચર્ચા કરી પણ રાજકારણમાં પીઢ બની ગયેલા પૂનમ માડમે આગથી રમવાના બદલે દૂર રહેવું પસંદ કર્યું હતું જો કે લંકામાં આગ લાગી ગઈ એટલે રાતના સમયે પત્રકાર મિત્રો સામે આવીને સિફત પૂર્વક જવાબ આપ્યા હતા… ત્યાં સુધી કે તેમણે બીનાબેનને વડીલ અને રિવાબા મારા નાના બહેન કહ્યા હતા… આમ પૂનમ માડમે સમગ્ર મામલાના કારણે મચેલા હંગામાથી પોતાને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. પણ હવે આવા બનાવોની અસર આગળ શું થશે એ તો જોવાની રહેશે કારણ કે આ તો નારાજગી સામે આવી છે હજુ ઘણી નારાજગી એવી હોય શકે છે જે છૂપી છે પણ બહાર નથી આવી શકી.



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે