Rajkot આગકાંડમાં હોમાય ગયેલા પિતાનો દિકરી સાથેનો અંતિમ વીડિયો સામે આવ્યો, આ દ્રશ્યો ભાવુક કરી શકે છે...! જુઓ વીડિયો


  • Published By :
  • Published Date : 2024-06-03 14:44:46

રાજકોટ અગ્નિકાંડને ભલે એક અઠવાડિયા જેટલો સમય થઈ ગયો હોય પણ પોતાના સ્વજનોને ખોયેલા લોકોના હૈયામાં લાગેલી આગ હજુ હોલવાતી નથી આ ગોઝારી દુર્ઘટનાએ 28 લોકોના જીવ લઈ લીધા અને આ TRP ગેમઝોન લોકો સાથે રમત રમી ગયુ. ત્યારે આ અગ્નિકાંડમાં મોતને ભેટનાર ગેમઝોનના એક કર્મચારીનો તેની પુત્રી સાથેનો છેલ્લો વીડિયો સામે આવ્યો છે. પિતા અને પુત્રી મોજે રમી રહ્યા છે પણ પિતા કે પુત્રીને શું ખબર હતી કે આ જ ગેમઝોન બન્નેને હવે ક્યારે ફરી નહીં મળવા દે, ક્યારેય એકબીજાને નહી ભેટવા દે કે નહી એક બીજાને ફરી આવી રીતે મોજ કરવા દે.

15 દિવસ પહેલા જ સુનિલ સિધ્ધપરાએ નોકરી જોઈન કરી હતી

રાજકોટ TRP અગ્નિકાંડમાં 27 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે. અનેક પરિવારજનોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા..અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં આ ઘટના બની તેની પહેલા શું માહોલ હતો તે જાણી શકાય છે.. ત્યારે વધુ એક વીડિયો ગેમઝોનની અંદરનો સામે આવ્યો છે જેમાં પિતા પુત્રી સાથે ગેમ ઝોનની મજા લઈ રહ્યા છે. અગ્નિકાંડમાં મોતને ભેટનાર સુનિલ સિધ્ધપુરાનો દીકરી યામી સાથે છેલ્લો વીડિયો સામે આવ્યો છે. શુક્રવારે સાંજે સિધ્ધપુરા પરિવાર સાથે TRP ગેમઝોનમાં ગયો હતો. સુનિલ સિધ્ધપુરા 15 દિવસથી જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યો હતો. જ્યાં તેને મોત મળ્યું હતું. 


બંનેને ક્યાં ખબર હતી કે તે હવે કોઈ દિવસ એક બીજાને નહીં મળી શકે.. 

અગ્નિકાંડની આ ઘટનામાં 28 લોકોના જીવ ગયા જેમાંથી જ એક ગેમઝોનમાં કામ કરતા કર્મચારી સુનિલ સિધ્ધપુરા તેમની દિકરી યામીને ઘટનાના એક દિવસ પહેલા ગેમઝોનમાં રમવા લઈ ગયા હતા. આ દરમિયાન તે બન્ને ગેમઝોનમાં રમતા અને મજા કરતા જોવા મળી રહ્યા છે એક પિતા પોતાની દીકરીને ત્યાં દરેક ગેમ બતાવી અને રમતા શીખવી રહ્યા છે. પુત્રી પણ આ દરમિયાન ખુબ ખુશ દેખાઈ રહી હતી પણ બન્ને માંથી કોને ખબર હતી કે આવતી કાલે તે એકબીજાને ફરી ક્યારેય નહી મળી શકે


આગ લાગી તેના એક દિવસ પહેલા બાળકી ગઈ હતી ગેમઝોનમાં રમવા 

તમને જણાવી દઈએ કે સુનિલ સિધ્ધપુરા દુર્ઘટનાના 15 દિવસ પહેલા જ ગેમઝોનમાં નોકરી પર લાગ્યા હતા. 40 વર્ષના સુનિલભાઈ પોતાની દીકરીને આગલા દિવસે ગેમઝોનમાં રમવા પણ લઈ ગયા આ દરમિયાન દીકરીએ પિતાને એમ પણ કહ્યું કે “પપ્પા કાલે હું નહીં હોઉં”. કહેવાયને કે નાના બાળક તો ભગવાનનું રુપ છે ત્યારે આ દીકરીએ પિતાને સંકેત પણ આપી દિધો પણ થવાનું હતુ તે થઈને જ રહ્યું અને આ બાળકીના માંથેથી તેના પિતાની છત્રછાયા હમેશા માટે જતી રહી.


અનેક પરિવારોનો માળો વિખેરાયો

આ ગોઝારી ઘટનાએ એક પુત્રી પાસેથી તેના પિતા છીનવી લીધા. આ ઘટના પહેલાનો બન્નેનો સાથે વીડિયો હાલ સામે આવી રહ્યો છે જેને જોવાની હિંમત હવે આ દિકરી કદાચ ફરી ક્યારેય નહીં કરી શકે. મહત્વનું છે કે આ દુર્ઘટનામાં એક પરિવારનો માળો વિખેરાઈ ગયો છે.. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.