ગાંધીનગરમાં બની ફાયરિંગની ઘટના


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-26 13:47:39

સુરક્ષિત ગણાતા ગુજરાતમાં આજકાલ અનેક વખત ફાયરિંગની ઘટના બની રહી છે. ફાયરિંગને કારણે નિર્દોષ વ્યક્તિને જીવ ઘૂમાવવાનો વારો આવે છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં ફાયરિંગની ઘટના બની છે. ગાંધીનગરના સેક્ટર 10 ખાતે ખાનગી ગોળીબારની ઘટના બની હતી. આ ઘટનામાં એકનું મોત નિપજ્યું છે. ગાંધીનગરમાં પોલીસ બંદોબસ્ત હોવા છતાં બીજ નિગમની બહાર ફાયરિંગ થયું છે. જેમાં ઈંદ્રોડાના કિરણ મકવાણાનું નિધન થયું છે. મળતી માહિતી પ્રમાણે તેઓ બીજ નિગમની બહારથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે બાઈક પરથી પસાર થતા વ્યક્તિએ ફાયરિંગ કર્યું હતું. પોલીસે ઘટના સ્થળે આવી તપાસ હાથ ધરી હતી.





ગુજરાતમાં ફરી એક વખત પેપરલીકની ઘટના બની છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પેપર લીક થયું હોવાનો દાવો વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કરવામાં આવ્યો છે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી જેમાં તેમણે આરોપ લગાવ્યો હતો.

ગુજરાતમાં તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. અનેક જગ્યાઓ પર તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. આગામી ચાર દિવસ બાદ બેથી ત્રણ ડિગ્રીનો વધારો થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. તે સિવાય પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર 10 જિલ્લાઓનું તાપમાન 44 ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે.

રાજકોટ લોકસભા બેઠકના ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ સોશિયલ મીડિયા પર અનેક કવિતાઓ શેર કરી. રાજકોટનું રણમેદાન ટાઈટલ સાથે તેમણે કવિતાઓ શેર કરી છે જેમાં તેમણે અનેક વાતોનો ઉલ્લેખ કર્યો છે.

ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. લોકસભા ચૂંટણીને કારણે જુનિયર અને સિનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ કરવામાં આવી છે. ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવાાં આવશે. આ માહિતી ગુજરાત ગૌણ સેવા પસંદગીના સચિવ હસમુખ પટેલ દ્વારા આપવામાં આવી છે...