One Nation One Election કમિટીની આજે મળશે પ્રથમ બેઠક, પૂર્વ President Ramnath Kovind છે કમિટીના અધ્યક્ષ


  • Published By :
  • Published Date : 2023-09-06 13:40:41

જ્યારથી કેન્દ્ર સરકારે વિશેષ સત્રની જાહેરાત કરી છે ત્યારથી દેશમાં એક મુદ્દાને લઈ ચર્ચા થઈ રહી છે. તે વિષય છે 'એક રાષ્ટ્ર એક ચૂંટણી'નો. વિશેષ સત્રને લઈ અલગ અલગ નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી હતી. એક તરફ 'એક દેશ એક ચૂંટણી'ને લઈ ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે પૂર્વ રાષ્ટ્રપતિની અધ્યક્ષતા  કેન્દ્ર સરકારે એક કમિટીની રચના કરી હતી. આજે કમિટીની પ્રથમ બેઠક મળવાની છે. આ કમિટીમાં 8 લોકોને મેમ્બર બનાવમાં આવ્યા છે. જે વખતે કમિટીને લઈ જાહેરાત કરવામાં આવી હતી તે વખતે અનેક રાજનેતાઓએ વિરોધ પણ કર્યો હતો.


સોનિયા ગાંધી પીએમ મોદીને લખવાના છે પત્ર 

18 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર દરમિયાન સંસદમાં વિશેષ સત્ર બોલાવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વિશેષ સત્રનું આયોજન કર્યું છે. વિશેષ સત્રની જાણકારી સામે આવતા જ અલગ અલગ તર્ક વિતર્કો સર્જાયા હતા અને આ સત્ર શા માટે બોલાવવામાં આવ્યું છે તેને લઈ ચર્ચાઓ થઈ રહી છે. આ બધા વચ્ચે ગઈ કાલે વિપક્ષી નેતાઓની બેઠક મળી હતી જેમાં નિર્ણય લેવાયો કે સોનિયા ગાંધી INDIA વતી પીએમ મોદીને પત્ર લખવાના છે. 


રામનાથ કોવિંદની આગેવાનીમાં બનાવાઈ કમિટી 

એક દેશ એક ચૂંટણીને લઈ આ વિશેષ સત્રમાં કોઈ નિર્ણય આવી શકે છે તેવું નિષ્ણાતો માની રહ્યા હતા. એક તરફ આ ચર્ચાઓ ચાલી રહી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે વન નેશન વન ઈલેક્શન માટે એક કમિટીની રચના કરી જેના અધ્યક્ષ પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને બનાવાયા છે. ત્યારે આજે કમિટીની પહેલી બેઠક મળવા જઈ રહી છે. સમિતીમાં કુલ આઠ લોકો છે. અમિત શાહ, અધીર રંજન ચૌધરી, ગુલામ નબી આઝાદ, એનકે સિંહ, સુભાષ કશ્યપ, હરીશ સાલ્વે અને સંજય કોઠારી. દિલ્હી ખાતે આજે આ બેઠક મળવાની છે. મળતી માહિતી અનુસાર કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ નામ પાછું ખેંચવાની માગ કરી છે.       



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે